મોડી રાત્રે હાઇવે પર એકાએક રોડ ક્રોસ કરનાર વ્યક્તિને બચાવવા જતા, ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો - મીની બસ પલટી મારતા ચોટીલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો

19 June 2021 03:41 AM
Surendaranagar Saurashtra
  • મોડી રાત્રે હાઇવે પર એકાએક રોડ ક્રોસ કરનાર વ્યક્તિને બચાવવા જતા, ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો -  મીની બસ પલટી મારતા ચોટીલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો

શાહ - દોશી પરિવારના ૧૬ સભ્યો મીની પેસેન્જર બસમાં દ્વારકા દર્શનાથે જતા હતા : એક વૃદ્ધ મહિલા સહિત છ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે

રાજકોટ / ચોટીલા | 19.6.2021
(અહેવાલ - જીજ્ઞેશ શાહ, ચોટીલા)

આજે મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત પ્રાથમિક અનુસાર અમદાવાદથી વૈષ્ણવ - વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો. વ્યક્તિ રોડ ક્રોસ કરતો હોવાનું અનુમાન છે. તે સમયે ડ્રાઈવરે તેને બચાવવા નો પ્રયત્ન કર્યો અને તે દરમ્યાન બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ.
અમદાવાદના પરિવારમાંથી ૬ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
ઉષાબેન દોશી (ઉ.વ.૭૦), સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી, અને એક અજાણી વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ચોટીલા હોસ્પિટલમાં હિતેનકુમાર દોશી, જયેશભાઈ પરમાર, વિરમભાઇ શાહ, સંકેત જોશી નામના ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી
જેસીબી દ્વારા બસને ખસેડવામાં આવી હતી. ચોટીલા પોલીસ તુરત ઘટનાસ્થળે પહોંચી હતી.

Related News

Loading...
Advertisement