End of an era / 'ફલાયિંગ સિખ' મિલ્ખા સિંઘનું દુઃખદ નિધન

19 June 2021 03:50 AM
India Sports
  • End of an era / 'ફલાયિંગ સિખ' મિલ્ખા સિંઘનું દુઃખદ નિધન
  • End of an era / 'ફલાયિંગ સિખ' મિલ્ખા સિંઘનું દુઃખદ નિધન

પદ્મશ્રી મિલ્ખા સિંઘ છેલ્લા એક મહિનાથી કોરોના સારવાર હેઠળ હતા, બુધવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ

ન્યુ દિલ્હી /
ભૂતપૂર્વ દિગ્ગજ દોડવીર, લેજેન્ડરી એથલીટ મિલ્ખા સિંઘનું શુક્રવારે રાત્રે ૧૧.૩૦ કલાકે નિધન થયું છે. તેઓ ૯૧ વર્ષના હતા.
તેઓ છેલ્લા એક મહિના થી કોરોના સારવાર હેઠળ હતા. ત્યારે ગત બુધવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને નોન કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં શુક્રવાર રાત્રે તેમનું ઓકસીજન લેવલ એકાએક ઘટતા, તેઓનું અવસાન થયેલ છે.

5 દિવસ અગાઉ તેમના પત્ની શ્રીમતી નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં PGIMERમાં ચાલી રહી હતી.

મિલ્ખા સિંઘ વિશે :
મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા મિલ્ખા સિંહ :
મિલ્ખા સિંહ અને તેમના પત્ની 20 મેના રોજ કોરોના સંક્રમિત થયા હતા. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા
1956માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. તેમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા પણ આગળની સ્પર્ધાઓ માટે માર્ગ ખુલી ગયો હતો. 1958માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 200 અને 400 મીટરમાં અનેક રેકોર્ડ બનાવ્યા. એ જ વર્ષે ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટર, 400 મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં 400 મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેમની સફળતા જોઈને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી


Related News

Loading...
Advertisement