વડોદરાના કબડ્ડી પ્લેયર આપઘાત કેસમાં માત્ર 10 દિવસમાં કોર્ટમાં 428 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ

22 June 2021 06:51 PM
Vadodara Crime
  • વડોદરાના કબડ્ડી પ્લેયર આપઘાત કેસમાં માત્ર 10 દિવસમાં કોર્ટમાં 428 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
  • વડોદરાના કબડ્ડી પ્લેયર આપઘાત કેસમાં માત્ર 10 દિવસમાં કોર્ટમાં 428 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ

8 જૂને શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ બાદ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો : પોલીસે 51 સાક્ષી અને 8 લોકોના 164 મુજબના નિવેદન લીધા

રાજકોટ, તા.22
વડોદરાની કબડ્ડી પ્લેયર યુવતીના આપઘાત, દુષ્કર્મ કેસમાં માત્ર 10 દિવસમાં પોલીસે કોર્ટમાં 428 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. 8 જૂને શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ બાદ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે 51 સાક્ષી અને 8 લોકોના 164 મુજબના નિવેદન લીધા છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ કરનાર આરોપી અને તેના સાગરિતની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં 6 લોકો દ્વારા થયેલી ઓળખ પરેડની હકીકતનો સમાવેશ કરાયો છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગત 10 જૂને નોંધાયેલી ફરિયાદ મુજબ યુવતીને બળજબરીપૂર્વક દારૂ પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ યુવતીએ ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં દુષ્કર્મ ગુજારનાર દિશાંત ઉર્ફે દિપક સત્યનારાયણ કહાર અને તેના સાગરીત નાઝીમ ઈસ્માઈલ મિર્ઝાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળેલ કે, આરોપીઓ મૃતક યુવતીના બોયફ્રેન્ડના મિત્રો છે. યુવતીના ઘરે 8 જૂને દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા ભેગા થયા હતા.

જ્યાં યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યા બાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.પોલીસ રિકસ્ટ્રકશન માટે આરોપીઓને લઈ પીડિતાના ફ્લેટમાં પહોંચી હતી. તેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરતા જણાવાયું છે કે તપાસમાં ફ્લેટના પહેલા રુમમાં પિઝા અને બનના ટુકડા, કોલ્ડ્રીંકસની બોટલ, તથા વેરણ છેરણ હાલતમાં નાસ્તો પડેલો હતો. બેંક અને મોબાઇલના કેટલાક પેમ્પલેટ પણ પડેલા હતા. લાંબા સોફા પર ઓશિકાઓ તથા લેડીઝ જીન્સ અને ટી શર્ટ પડેલું પણ જોવા મળ્યું હતું. આ સ્થળે ફર્શ પર દારૂની બોટલ હોવાનું પણ પોલીસે લખેલું જોવા મળ્યું હતું.

ત્યાર બાદ પોલીસ બંને આરોપીને અંદરના બેડ રૂમમાં લઇ ગઇ હતી. બેડ રૂમમાં એક બેડ પર પથારી વાળીને પડેલી હતી જયારે બીજા બેડ પર નાની 2 પથારી જોવા મળી હતી જ્યાં યુવતી પર દુષ્કર્મ કરાયુ હોવાનું જણાઇ આવ્યું હતું. રૂમમાં એક દિવાલ પર યુવતીના માતાની તસવીર પણ લગાડેલી હતી. બેડ રૂમની ફર્શ પર વાળ પણ પડેલા મળ્યા હતા.

ઉપરાંત ફર્શ પર કોન્ડોમ પડેલો હોવાનું પોલીસે લખેલુ જોવા મળ્યું હતું. પોલીસે બંને આરોપીને ત્યાં ઉભા રાખી તે દિવસે શું બન્યું હતું. તે સહિતની તમામ માહિતી મેળવી હતી. ત્યારબાદ બંનેને પોલીસ રસોડામાં પણ લઇ ગઇ હતી અને ત્યાં પણ બંનેની પૂછપરછ કરી હતી. એક આરોપી બનાવ વખતે રસોડા પાસેની બાલ્કનીમાં ઉભો હોવાનું જણાયુ હતું. બંને આરોપી બનાવના દિવસે કયાં હતા તે સહિતની માહિતી પૂછવામાં આવી હતી.

સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂક થાય તેવી માંગ
પોલીસની ઝડપી કામગીરી જોતા લાગી રહ્યું છે કે, આ કેસનું ટ્રાયલ સ્પેશ્યલ કોર્ટમાં ચાલે તેવા પ્રયાસો કરાશે તેવું જાણવા મળ્યું છે. ઉપરાંત સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂક થાય તેવી માંગ કરાઈ છે. બાદ સ્પેશિયલ કોર્ટમાં કેસનો ટ્રાયલ ઝડપી ચાલે અને ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..


Related News

Loading...
Advertisement
Advertisement