હવે અક્ષયકુમાર સાથે ચમકશે સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન

22 June 2021 06:56 PM
Entertainment
  • હવે અક્ષયકુમાર સાથે ચમકશે સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન

પિતા સુનિલ સાથે જોડી બનાવ્યા બાદ......

મુંબઈ: અક્ષયકુમાર અને પ્રોડયુસર સાજીત નડીયાદવાળા ખુબ જ સારા મિત્રો છે. અક્ષયે પોતાની કેરીયરમાં સાજીદની અગણિત ફીલ્મોમાં કામ કર્યું છે હવે ખબર છે કે સાજીદે અક્ષયને વધુ એક ફિલ્મ માટે સાઈન કર્યો છે. આ ફિલ્મો અક્ષયની સાથે એક જમાનામાં તેની અનેક ફિલ્મોમા કો-સ્ટાર રહેલ સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી જોવા મળશે, એક રિપોર્ટ મુજબ હાલ આ ફીલ્મ પર કામ ચાલી રહ્યું છે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ એકશનથી ભરપુર છે. જેમાં પહેલીવાર અક્ષય અને અહાન એક સાથે જોવા મળશે. માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અક્ષય હાલ સાજીદની આગામી ફિલ્મ બચ્ચન પાંડેમાં કામ કરી રહ્યા છે તો અહાન હાલ તડપ ફીલ્મમાં તારા સુતરીયા સાથે કામ કરી રહ્યો છે.


Related News

Loading...
Advertisement