ફરી લોકડાઉન બાદ શુટીંગ કરનાર રણવીરસિંહ પહેલો એકટર બન્યો

22 June 2021 06:57 PM
Entertainment
  • ફરી લોકડાઉન બાદ શુટીંગ કરનાર રણવીરસિંહ પહેલો એકટર બન્યો

એક મોટા પ્રોજેકટમાં રણવીસિંહે શુટીંગ કર્યું

મુંબઈ: કોરોના મહામારીની બીજી લહેરનાં કેસ હાલ ઘટી રહ્યા છે અને ધીરે ધીરે ફિલ્મોનાં શુટીંગની ગાડી પણ પાટે ચડી રહી છે. ત્યારે હવે ખબર બહાર આવી છે કે રણવીરસિંહે શુટીંગ શરૂ કરી દીધુ છે. રણવીર દરેક લોકડાઉન બાદ શૂટીંગ કરનાર પહેલા એકટર રહ્યા છે. કારણ કે તે ખરેખર એવુ માને છે કે ઈન્ડ.મા કામકાજ ફરીથી શરૂ કરવાની જરૂર છે. હંમેશની જેમ આ વખતે પણ કામ શરૂ કરનાર પહેલા સુપરસ્ટાર છે. સુત્રો મુજબ રણવીરસિંહ એક મોટા પ્રોજેકટનું શુટીંગ કરી રહ્યો હતો. જેના બારામાં કોઈને જાણકારી નથી તેણે શુટીંગ પર સખત મહેનત કરી હતી અને હંમેશાની જેમ ખૂબ ઉત્સાહી અને તૈયાર જોવા મળ્યો હતો.


Related News

Loading...
Advertisement