શું ઓટીટીએ સ્ટારડમનું ગણિત બદલી નાખ્યું?

22 June 2021 07:00 PM
Entertainment
  • શું ઓટીટીએ સ્ટારડમનું ગણિત બદલી નાખ્યું?
  • શું ઓટીટીએ સ્ટારડમનું ગણિત બદલી નાખ્યું?
  • શું ઓટીટીએ સ્ટારડમનું ગણિત બદલી નાખ્યું?
  • શું ઓટીટીએ સ્ટારડમનું ગણિત બદલી નાખ્યું?

ત્રીજા પરદે સ્ટાર્સનાં સ્ટારપાવર પર ભારે પડી એકટરની એકટીંગ

ઓટીટી પર અક્ષયકુમાર, સલમાનખાનની ફિલ્મો ‘લક્ષ્મી’ અને ‘રાધે’ને ખાસ રેટીંગ ન મળ્યુ, જયારે ‘ધી ફેમીલીમેન’, ‘સ્કેમ 1992’ વેબસીરીઝ લોકપ્રિય રહી

મુંબઈ તા.22
કોરોનાને પગલે આવેલા લોકડાઉનથી બંધ સિનેમાઘરો અને ઓટીટી પર ફિલ્મો સામે વેબસીરીઝની લોકપ્રિયતાએ સ્ટાર ડમનું ગણિત બદલી નાખ્યુ છે. સલમાનખાન કે અક્ષય કુમારની ફિલ્મો સિનેમાઘરો પર રજુ થતી હતી. તો દર્શકો તૂટી પડતા હતા.

હવે આજ સ્ટાર્સની ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થયેલી ફિલ્મો ‘લક્ષ્મી’ અને ‘રાધે’ને એટલી સહારના કે લોકપ્રિયતા નથી મળી જેટલી મનોજ બાજપેયી સ્ટારર વેબસીરીઝ ‘ધી ફેમીલી મેન-2’ કે પ્રતિક ગાંધીની વેબસીરીઝ ધી ફેમીલી મેન-2 કે પ્રતિક ગાંધીની વેબસીરીઝ સ્કેમ-1992 કે પંકજ ત્રીપાઠી અલી ફઝલથી ‘મિર્ઝાપુર’ વેબસીરીઝને મળી છે. આઈએમડીબીની રેટીંગમાં પણ આ સ્ટાર્સની ફીલ્મો ખરાબ રીતે પછડાઈ હતી.

મતલબ રાધેની રેટીંગ 1.8 અને લક્ષ્મીની રેટીંગ 2.4 રહી હતી જયારે તેની સામે વેબસીરીઝ સ્કેમ 1992 9.6 રેટીંગ સાથે સૌથી લોકપ્રિય રહી હતી. જયારે ‘ધી ફેમીલીમેન’આઈએમડીવી રેટીંગમાં 8.8 સાથે આગળ છે. હાલ ઓટીટીની તકાત વધવાથી સ્ટાર પાવરને લઈને ચર્ચા છેડાઈ છે. ફિલ્મ નિર્માતા ટ્રેક વિશેષજ્ઞો ગીરીશ જોહર કહે છે કે આ બધી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે ઓટીટી પર સફળતા માપવાનું કોઈ પ્રમાણ જ નથી.

થિયેટરમાં બોકસ ઓફીસ કલેકશન થાય છે. જેના આધારે ખબર પડે છે કે ફિલ્મ કેટલી ચાલી-ઓટીટી પર કયાં આધારે કહી શકાય કે આ ફીલ્મ વધુ કે ઓછી ચાલી. ફિલ્મ ટ્રેડ વિશેષજ્ઞ અતુલ મોહન કહે છે કે સ્ટાર પાવર તેનાથી નકકી થાય છે કે ફિલ્મ કેટલી કમાણી કરી ઓટીટીમાં આ બાબત નથી રહેતી. રાધે, લક્ષ્મી જેવી ફિલ્મો ઓટીટી માટે નહી થીયેટર માટે બની હતી.


Related News

Loading...
Advertisement