મોંઘવારીના મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન

23 June 2021 02:23 PM
Jamnagar Saurashtra
  • મોંઘવારીના મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન
  • મોંઘવારીના મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન
  • મોંઘવારીના મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન

ભાજપના મંત્રીઓના વેશભુષા સામે મહિલાઓએ નારાબાજી કરી: સસ્તો દારૂ મોંઘુ તેલ વાહ રે ભાજપ તારો ખેલ જેવા સુત્રો લગાવાયા

જામનગર તા.23:
જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આજે મોંઘવારીના મુદ્દે તેમજ વધતા જતાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને વિવિધ ખાદ્ય પદાર્થોના ભાવ વધારાના મુદ્દે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નવતર દેખાવ પ્રદર્શન કરવામાં આવેલ હતું. અને મોંઘવારીના મુદ્દે મહિલાઓ દ્વારા ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરી સસ્તો દારૂ, મોંઘુ તેલ ભારે ભાજપ તારો ખેલ એવા નારાઓ મહિલા કોંગ્રેસે લગાવ્યા હતાં.

જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજ્જેરાની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ, મહિલા કોર્પોરેટરોને સાથે રાખી મહિલાઓએ મોંઘવારીના મુદ્દે લાલ બંગલા સર્કલ ખાતે નવતર દેખાવ પ્રદર્શન યોજેલ હતાં. જેમાં ભાજપ સરકારના કેબીનેટ મંત્રી અને રાજ્યમંત્રીના વેશભુષા ધારણ કરેલા સામે મહિલાઓએ નારાબાજી કરી હતી.

મોંઘવારીના મુદ્દે ગેસના બાટલાના ભાવ વધારા, તેલના ભાવ વધારા અંગે તેલના ડબ્બા સાથે હાથમાં વોર્ડીંગ સાથે સરકાર વિરોધી નારાબાજી મહિલા કોંગ્રેસે કરી હતી. વધુમાં ભાજપ સરકાર સામે મહિલાઓએ મોંઘવારીના મુદ્દે મેદાનમાં આવી હતી. અને સસ્તો દારૂ મોંઘુ તેલ વ્હારે ભાજપ તારો ખેલ જેવા નારાઓથી લાલ બંગલા સર્કલ ગુંજ્યું હતું. મહિલા કોંગ્રેસ દ્વારા આ નવતર પ્રદર્શનને લઇને લોકોના ટોળા એકત્ર થયા હતાં.


Related News

Loading...
Advertisement