આગેવાનો-સંસ્થાઓ અને મિડિયાની જાગૃતિ રંગ લાવી

23 June 2021 02:25 PM
Jamnagar Crime Saurashtra
  • આગેવાનો-સંસ્થાઓ અને મિડિયાની જાગૃતિ રંગ લાવી

જી.જી. હોસ્પિટલના જાતિય શોષણ પ્રકરણમાં

જામનગર તા.23:
જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં યુવતિઓના જાતિય સતામણી પ્રકરણમાં એક સપ્તાહ બાદ બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વોર્ડ નં.1 ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજાએ સામાજિક કાર્યકરો, નારી સંગઠનો અને કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર અને મીડિયાને અભિનંદન પાઠવ્યા હતાં.

કોર્પોરેટર નુરમામદભાઇ પલેજાએ જણાવ્યું કે, યૌનશોષણ પ્રકરણમાં એટેન્ડન્સ યુવતીઓને ન્યાય અપાવવા માટે છેલ્લા એક અઠવાડીયાથી જામનગર શહેરમાં સામાજિક રાજકીય કાર્યકરો તેમજ સામાજીક અને નારી સંગઠનો તથા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસપક્ષના કોર્પોરેટરો દ્વારા સી.બી.આઇ. તેમજ કોર્ટના જજો મારફતે તપાસની માંગણી કરાઇ હતી. આ પ્રકરણમાં મોડે મોડે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે.

આ ફરિયાદ માટે લડત ચલાવનાર સામાજીક રાજકીય કાર્યકરી નારી સંગઠનો તથા કોંગ્રેસપક્ષના પ્રમુખ કોર્પોરેટરએ કરેલ કાર્યવાહી બદલ તમામને અભિનંદન આમ જણાવ્યું છે કે, મિડીયાએ છેલ્લા એક અઠવાડીયામાંથી કોઇપણ દબાણ વગર લોકશાહીની ચોથી જાગીરને જીવંત રાખવા માટે નીડરતાથી અને તટસ્થાથી રીપોટીંગ કરી આ પ્રકરણમાં નાનામાં નાની માહિતિ એકઠી કરી એ લોકોને પુરી પાડી તેના પરિણામ સ્વરૂપે આજની આ યૌનશોષણ પ્રકરણમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે મીડીયાનો આભારી છે. એડવોકેટ નુરમામદ પલેજાએ અભિનંદન પાઠવ્યા હતાં.


Related News

Loading...
Advertisement