જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું

23 June 2021 02:55 PM
Jamnagar Saurashtra
  • જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું
  • જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું
  • જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું
  • જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું
  • જામનગરને લીલુછમ હરીયાળુ બનાવવા માટે ગાર્ડન શાખાનું વિસર્જન કરી દેવાયું

જામનગરમાં 39 આઇલેન્ડ અને 10 ગાર્ડન વચ્ચે બે જ માળી સહિત 24નો સ્ટાફ :

*વૃક્ષોનું ટ્રીમીંગ અને નિકંદન આડેધડ સામે વૃક્ષ પ્રેમીઓમાં રોષ : 20-21 ના વર્ષમાં કોઇ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક નહીં:

*સિવિલ એન્જીનિયરને ગાર્ડનના રખોપા:

*મહાનગરપાલિકાના ગાર્ડનની હાલત દિનપ્રતિદિન શોભાના ગાઠીયા સમાન બની: જામનગરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું આડેધડ નિકંદન

જામનગર તા.23 :

જામનગર શહેરને લીલુછમ હરીયાણુ બનાવુ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે મહાનગર પાલિકા પાસે માળીની અછત છે વધુમાં આ વર્ષે લોકડાઉનને લઇ કોઇ વૃક્ષોના વાવેતરને લક્ષ્યાંક નકકી નહીં કર્યા હોવાનું મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના સુત્રોમાંથી જાણવા મળે છે. એટલુ જ નહી મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાને જ નાબુદ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાનું મર્જર કરી દેવામાં આવી છે. જેથી ગાર્ડન શાખા હવે કંટ્રોલીંગ અધિકારી સીટી એન્જીયર હેઠળ કાર્યરત છે ત્યારે ગાર્ડન શાખાની કામગીરી અંગે ઇજનેર જણાવ્યું હતું કે,ખરેખર તો ગાર્ડન શાખા માટે આ વિભાગના નિષ્ણાંતને જવાબદારી સોપવી જોઇએ જેથી વૃક્ષોનો ઉછેર સહિતની પ્રક્રિયા સારી રીતે જઇ શકે. સિવિલ ઇજનેરને વૃક્ષોને ઉછેર કરવાનું કામ સોપાય તો કામ થાય ખરૂ પરંતુ જેટલું આ ખેતી વાડી વિભાગના જ્ઞાન ધરાવતા કરી શકે તે ન થઇ શકે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા - 19-20 માં કુલ 12 હજાર વૃક્ષોનો રોપાનું વાવેતર કરેલ હતું. જો કે તેનાથી કેટલા વૃક્ષોનો ઉછેર થયો છે તે કેમ તેની કોઇ માહિતી નથી. વૃક્ષો રોપણ કરવાની સાથે સાથે તેના ઉછેરની જવાબદારી પણ તંત્ર દ્વારા લેવા માટે વ્યવસ્થા કરવાની જરૂર છે. તો જ ખરા અર્થમાં વૃક્ષોનો ઉછેર થઇ શકે. હાલમાં તો મહાનગરપાલિકાની ગાર્ડન શાખા હસ્તકના જુદા-જુદા નવ ગાર્ડન આવેલ છે. જેમાં સંગમબાગ, આનંદબાગ, આંબેડકર ગાર્ડન, કમલાનહેરૂ પાર્ક, વિવેકાનંદ ગાર્ડન, રાણી જગદંબા ગાર્ડન, જુબેલી ગાર્ડન, જામ રણજીતસિંહ ઉધ્યાન, નેવીલ પાર્ક, હાપા ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શહેરમાં 39 આઇલેન્ડ પણ આવેલ છે.
જામનગરમાં રોડ ડિવાઇડરની વચ્ચે અનેક સ્થળે ગાંડા બાવળોનો વ્યાપ વધ્યો છે. જે રાહદારીઓ માટે તેમજ વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. આ ઉપરાંત ગાડી વેલ પણ જોખમી બનતી જાય છે. આ માટે થઇને મહાનગરપાલિકાનું તંત્ર કાળજી લે તેની માંગ શહેરીજનો કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાએ ગાર્ડન શાખાએ કાગળ ઉપર તો એટલું મોટુ ચિત્ર લીલુછમ બતાવ્યું છે પરંતુ જો વાસ્તવિક રીતે જોવામાં આવે તો સાચી પરિસ્થિતિનો અંદાજ આવે કારણ કે મહાનગરપાલિકાની ગાર્ડન શાખાના સ્ટાફ પાસેથી આટલા બધા આઇલેન્ડ, અને ગાર્ડનની જવાબદારી સંભાળી શકે તેટલો સ્ટાફ નથી જયારે ગાર્ડન શાખા સ્ટાફ અંગે જોઇએ તો એક-ઇજેનર, 2 માળી, 22 મુલી-દાડીયા મળી કુલ 24નું મહેકમ છે.

તેનાથી મોટાભાગના મુળી અને દાડીયાની ઉમર મુજબ કામ જે પ્રકારનું કરી શકે તેવી રીતે કરી શકે તેમ નથી જેથી સિધ્ધી અસર જામનગરના ગાર્ડન અને આઇલેન્ડ ઉપર પડે છે. સીવીલ શાખા હસ્તક ગાર્ડન શાખાએ કામગીરી કરવાની થાય છે જો કે, મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાના સ્ટાફની અછતને ધ્યાનમાં રાખી સ્વામી વિવેકાનંદ, જામ રણજીતસિંહ ઉધ્યાન, તળાવની પાળ, ઉપરના ગાર્ડનને પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તક મુકી દેવાયા છે. જેથી આ ગાર્ડન ઉપર આઉટ સોસીંગથી કામગીરી કરવામાં આવે છે.

વધુમાં જામનગરમાં હાલ એનજીઓ દ્વારા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર પણ તે સંસ્થા કરી રહી છે. જેથી જામનગર શહેરના અનેક વિસ્તારોમાં રાજકોટની એનજીઓ સંસ્થા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના રોડ ડિવાઇડરમાં પણ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અદા કરી રહ્યું છે. જેને લીધે જામનગર શહેરના વૃક્ષોનું પ્રમાણ વધશે તે નક્કી વાત છે.

ગાર્ડન શાખા પાસે વૃક્ષોના ઉછેર માટે જે માળાી જોઇએ તેની જ અછત છે. જેની મોટી અસર ગાર્ડનના વૃક્ષોના ઉછેર ઉપર થઇ રહ્યો છે. એટલું જ નહિં આ ગાર્ડન શાખાનો ઓછો સ્ટાફ તેમાંથી કમિશ્ર્નરના બંગલે જે બગીચો આવેલ છે તેના માટે સ્ટા. અને માળી જતા રહે છે. વધુ તેની પણ ઘટ ઉભી થાય.

જામનગરમાં હરીયાળુ અને લીલુછમ રાખવામાં વિઘ્નરૂપ પીજીવીસીએલ અને વૃક્ષનું ટ્રીમીંગ કરવાનું બન્યું છે. બીજી તરફ જે વૃક્ષો ઘટાદાર અને લીલાછમ શહેરની શોભા ધરાવતા ઉભા હોય છે તેમાં ટ્રીમીંગના નામે આખા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યાનો સુર પણ ઉઠ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો કાપવા માટે ખાસ નિયમ બનાવ્યો છે. તેમાં જો કે કોઇ ખાસ કિસ્સા સિવાય મજુરી લેવા કે પૈસા નિયમ મુજબ ભરવા ફરકતું નથી.

જો કોઇ વૃક્ષપ્રેમી ફરીયાદ કરે તો જરૂરીયાત ઉભી થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરે છે જેમાં મહાનગરપાલિકાના નિયમમાં જોગવાઇ કરેલ છે કે જો કોઇ એક વૃક્ષ કાપે તો તેની પાસેથી દંડરૂપે રૂા. 10 હજાર વસુલવામાં આવે છે. જો મંજુરી માંગે તો નિયમ મુજબ બે વૃક્ષનો પાંચ વર્ષ ઉછેર કરવાનો ડીપોઝીટ રૂા.10 હજાર પરત કરે છે. જે વિસ્તારની ફરિયાદો આવે છે તેની સામે કાર્યવાહી નિયમ મુજબ કરે છે. ગત વર્ષ સરકારી કચેરી અને ખાનગી એજન્સી દ્વારા વૃક્ષોના છેદન માટે રૂા. 1 લાખની રકમ ભરી હતી.

જામનગરમાં જે રીતે મહાનગરપાલિકાના આધુનિક ટ્રીમીંગ મશીન દ્વારા વૃક્ષોમાં ટ્રીમીંગ કરવામાં આવે છે તેના પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કરવામાં તંત્રની ઢીલી નિતી રહે છે.

તાજેતરમાં પ-મે ના રોજ વૃક્ષપ્રેમીની જેમ મહાનગરપાલિકા પણ મહાનુભાવોના હસ્તે કે વૃક્ષારોપણ અને મહોત્સવની ઉજવણી કરે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વિણર્મ જયંતિ ગ્રાંટ માંથી, ધારાસભ્યની ગ્રાંટમાંથી, વૃક્ષાના પીંજરાઓ માટે ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, કોર્પોરેટરો દ્વારા પણ પીંજરા માટે ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોય છે. આ પાંજરાઓમાંથી કોર્પોરેટરોને પીંજરાઓ ફાળવવામાં આવે છે. જે રીતે વૃક્ષ પ્રેમીઓ દ્વારા વૃક્ષોના પાંજરાઓ મેળવી રહ્યા છે. જામનગરમાં વૃક્ષોનો ઉછેર નજર પડતો નથી તેવી ચર્ચા શહેરીજનોમાં થઇ રહી છે.

ખરા અર્થમાં જામનગરમાં વૃક્ષોનો ઉછેર કરીને લીલુછમ બનાવુ હશે તો મહાનગરપાલિકા દ્વારા સિવિલ શાખાની જેમ ગાર્ડન શાખાને માટે પણ વિશેષ ગ્રાંટ ફાળવવી પડશે અને ગાર્ડન શાખામાં જરૂરી સ્ટાફની ભરતી કરવી પડશે અને આ સ્ટાફ દ્વારા પણ ખરા અર્થમાં વૃક્ષા રોપણની સાથે સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટે પણ યોગ્યદાન આપવુ પડશે તો જ હરીયાણુ જામનગર બનશે.


Related News

Loading...
Advertisement