કાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સુરતમાં : મોટુ પાટીદાર માથુ ઝાડુ પકડશે

23 June 2021 04:26 PM
Surat Gujarat India
  • કાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સુરતમાં : મોટુ પાટીદાર માથુ ઝાડુ પકડશે

પાટીદારોના શહેર ગણાતા સુરતમાં મોટુ ગાબડુ પાડવા ‘આપ’ની તૈયારી : જાણીતા નામ ચમકયા

રાજકોટ તા.23
ગુજરાતમાં ‘આપ’નું વાતાવરણ બનવા લાગ્યુ છે અને સૌ પ્રથમ અરવિંદ કેજરીવાલે આવીને જાણીતા ટીવી એન્કર ઇશુદાન ગઢવીને ‘આપ’નો નવો ચહેરો બનાવીને પક્ષને 2022ની ચૂંટણી પૂર્વે અને ખાસ કરીને આ વર્ષના અંત પૂર્વે યોજાઇ શકતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’નો પ્રભાવ વધારવા પ્રયત્ન કર્યો છે તો આવતીકાલે ફરી એક વખત ‘આપ’ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યા છે અને તે સમયે પણ સુરતના અનેક અગ્રણીઓ ખાસ કરીને પાટીદાર સમાજના જાણીતા નામ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા સંકેત છે. જેમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે નામના મેળવનાર મહેશ સવાણી પણ ‘આપ’માં જોડાઇ તેવી શકયતા છે. અમદાવાદમાં હાલ ‘આપ’ની બેઠકો યોજાઇ રહી છે અને મનીષ સીસોદીયા આવતીકાલે બપોરે 4 વાગ્યાની આસપાસ સુરત પહોંચશે. અહીં તેઓ નવા ચૂંટાયેલા કોર્પોરેટરના સન્માન સમારોહના આયોજનમાં આવ્યા છે. પરંતુ આ સમારોહની સાથે સુરતમાં પાટીદાર સહિતના સમાજોના અગ્રણીઓ ‘આપ’ની ટોપી પહેરશે તેવા સંકેત છે. હજુ બે દિવસ પહેલા જ વડાપ્રધાનનો એવોર્ડ મેળવી ચૂકેલા એક પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ તથા ગુજરાત બાજુના જાણીતા લોકગાયક વિજય સુવાડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ઇશુદાન ગઢવીએ તેમને આવકાર્યા હતા.


Related News

Loading...
Advertisement