રાહુલ ગાંધી આવતીકાલે સુરતમાં : ‘મોદી’ અંગેના કેસમાં હાજરી આપશે

23 June 2021 04:42 PM
Surat Gujarat India Politics
  • રાહુલ ગાંધી આવતીકાલે સુરતમાં : ‘મોદી’ અંગેના કેસમાં હાજરી આપશે

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરતની એક અદાલતમાં હાજરી આપે તેવી શકયતા છે. ગુજરાતની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ શા માટે બધા મોદી ચોર છે તેવો શબ્દ ઉચ્ચાર્યો હતો તેનો ઇરાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને આઇપીએલમાં એક સમયે ચમકી ગયેલા લલીત મોદી અને ભાગેડુ ડાયમંડ કિંગ નિરવ મોદીની ટીકા કરવાનો હતો પરંતુ સુરત ભાજપના ધારાસભ્ય પૂર્વેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરી દીધો છે અને બધા મોદી ચોર છે તે મુદ્દે રાહુલે સમગ્ર મોદી સમુદાયનું અપમાન કર્યુ છે તેવી રજુઆત કરીને રાહુલ ગાંધીને દોષીત ઠરાવવાની અને કાનુન મૂજબ સજાની માંગણી કરી છે. જેમાં રાહુલ આવતીકાલે સુરતમાં કોર્ટમાં હાજરી આપશે.


Related News

Loading...
Advertisement