આરોપ-પ્રત્યારોપ: શિવરાજસિંહે કહ્યું દિગ્વીજયસિંહની માનસિકતા તાલીબાની

23 June 2021 06:15 PM
India Politics
  • આરોપ-પ્રત્યારોપ: શિવરાજસિંહે કહ્યું દિગ્વીજયસિંહની માનસિકતા તાલીબાની

દિગ્વીજયસિંહે ભારતના અધિકારીઓ તાલીબાનોને મળ્યા હોવાનો આરોપ કરતા શિવરાજસિંહનો પલટવાર

નવી દિલ્હી તા.23
ભારતીય અધિકારીઓ ચુપચાપ તાલીબાનીઓને મળ્યા હોવાનું જણાવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી દીગ્વીજયસિંહે આ મામલે સરકારને તત્કાલ સ્પષ્ટતા કરવાનું કહેતા મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પલટવાર કરતા કહ્યું હતું

કે દિગ્વીજયસિંહની માનસિકતા તાલીબાની છે. ઉલ્લેખનીય છે કે એક અંટ્ટોની અખબારે પોતાના રિપોર્ટમાં ભારતીય અધિકારીઓની કતરની રાજધાની દોહામાં તાલીબાની નેતાઓ સાથે સીધી વાતચીતનો ખુલાસો કર્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યું હતું કે તાલીબાનીઓ સાથે વાતચીત કરવા માટે ભારતીય અધિકારીઓએ ચૂપચાપ કતરની રાજધાની દોહામાં પ્રવાસ કર્યો હતો. આ બાબત ત્યારે બહાર આવેલી જયારે છેલ્લા બે સપ્તાહમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર કતરમાં નેતાઓની મુલાકાત માટે બે વખત પ્રવાસ કરી ચૂકયા છે.


Related News

Loading...
Advertisement