ઈન્ડિયન આઈડલ: સવાઈ શોમાંથી બહાર થતા ફેન્સ નારાજ: શોને ફિકસ શો કહ્યો

23 June 2021 06:32 PM
Entertainment
  • ઈન્ડિયન આઈડલ: સવાઈ શોમાંથી બહાર થતા ફેન્સ નારાજ: શોને ફિકસ શો કહ્યો

શોમાં સ્પર્ધકોનુ ભાવિ તેમને દર્શકોનાં મળેલા વોટ પરથી નકકી થાય છે તેમ છતા કેટલાંક સ્પર્ધકોનાં ફેન્સ નારાજ

મુંબઈ: સોની ટીવી પરનો ટેલેન્ટ શો ‘ઈન્ડીયન આઈડલ-12’ સીઝન આજકાલ ખૂબ ચર્ચામાં છે પણ તે વિવાદને કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં સવાઈ ભટ્ટ શોમાંથી બહાર થઈ જતાં તેના પ્રસંશકોનું દિલ તૂટી ગયુ હતું. જેનો રોષ સોશ્યલ મિડિયામાં બહાર કઢાયો હતો.

લોકો હવે આ શો પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છે અને ઈન્ડીયન આઈડલ-12 ને એક ‘ફિકસ-શો’ બતાવી રહ્યા છે.માત્ર નિર્માતાઓ જ નહિં બલકે જજોની પણ ખૂબ ટીકા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સવાઈ ભટ્ટ પહેલા શોમાંથી અંજલી ગાયકવાડને દુર કરાઈ ત્યારે અંજલીના ફેન્સમાં રોષ ફેલાયો હતો અને તેને ફરી શોમાં લેવા માંગણી કરી હતી.

નચિકેત લેબેએ સારૂ ગાવા છતાં પણ તેને શોમાંથી હટાવવામાં આવેલા તે પણ દર્શકોને નહોતુ ગમ્યુ જેને લઈને દર્શકો શોના જજની ટીકીટ કરી રહ્યા છે. અને તેમના પર પક્ષપાતી વલણનો આક્ષેપ કરી રહ્યા છે. આવા જ એક સ્પર્ધક સાહીલ સોલંકી પણ શોનો બહેતરીન ગાયક હતો પણ તે ખુબ જ ઝડપથી શોમાંથી બહાર થયો હતો.

ઈન્ડીયન આઈડલમાં સ્પર્ધકો મોટેભાગે તેમને મળેલા વોટના આધારે બહાર થતા હોય છે તેવુ કહેવાય છે પરંતુ ફેન્સનાં માટે તે શ્રેષ્ઠ ગાયક છે. આ સંજોગોમાં સ્પર્ધકના બહાર થવા મામલે વિવાદ રહ્યો જ છે.


Related News

Loading...
Advertisement