‘દોસ્તાના-2’ માં કાર્તિક આર્યનનો રોલ હવે અક્ષયકુમાર કરશે?

23 June 2021 06:34 PM
Entertainment
  • ‘દોસ્તાના-2’ માં કાર્તિક આર્યનનો રોલ હવે અક્ષયકુમાર કરશે?

થોડા દી’ પહેલા કાર્તિકને ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

મુંબઈ: કરણ જોહરની આગામી ફિલ્મ ‘દોસ્તાના-2’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા કાર્તિક આર્યનને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તેના માટે ફિલ્મ મેકર્સે કોઈ ઠોસ કારણ નહોતુ આપ્યું. કે ના તો એકટર તરફથી કોઈ નિવેદન આવેલું. કાર્તિક બહાર થયા બાદ કરણ નવા ચહેરાની તલાશમાં હતો અને તેમાં અક્ષયકુમારનું નામ બહાર આવ્યું હતું. હવે અક્ષયના ચાહકો માટે ગુડ ન્યુઝ એ છે કે અક્ષયકુમારે ‘દોસ્તાના-2’માં કામ કરવાની હા પાડી દીધી છે અને વર્ષ 2022માં ફિલ્મનું શુટીંગ પણ શરુ કરી દેવામાં આવશે. કારણ કે હાલ અક્ષયકુમાર તેના અન્ય પ્રોજેકટસ અને કમીટમેન્ટસમાં બીઝી છે, જો કે આ મામલે મેકર્સ તરફથી કોઈ અધિકૃત જાહેરાત નથી થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર સૂત્રોએ આ ફિલ્મ માટે અક્ષયકુમારે હા કહી છે. ઉલ્લેખનીય છે કે અક્ષયકુમાર અને કરણ જોહર વચ્ચે સારી મિત્રતા છે. અગાઉ અક્ષય ‘કેસરી’, અને ‘ગુડ ન્યુઝ’, જેવી ફિલ્મોથી ધર્મા પ્રોડકશન સાથે કામ કરી ચૂકયો છે.


Related News

Loading...
Advertisement