રાજયમાં કપાસના વાવેતરમાં પ્રથમ ક્રમે અમરેલી અને બીજા સ્થાને રાજકોટ જિલ્લો

23 June 2021 06:50 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં કપાસના વાવેતરમાં પ્રથમ ક્રમે અમરેલી અને બીજા સ્થાને રાજકોટ જિલ્લો

ગુજરાતમાં 2,60,200 હેકટરમાં મગફળીનું વાવેતર : સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વાવણી કરાઇ

ગાંધીનગર તા.23
રાજ્યમાં વરસાદ ની મૌસમ શરૂ થઈ રહી છે.તો બીજી તરફ ખેડૂતોએ વિવિધ ખરીફ પકના વાવેતર ની શરૂઆત કરી રહ્યા છે.ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ જેવા તેલીબિયાં પાકોમાં અગ્રેસર રહ્યું છે. જેમાં મગફળી અને કપાસ ના વાવેતર માં અમરેલી જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે. જયારે માત્ર મગફળીના વાવેતર માં રાજકોટ જિલ્લો દ્વિતીય સ્થાને રહ્યો છે.

રાજ્યના કૃષિ વિભાગે આપેલી વિગતો મુજબ આ વર્ષે ખરીફ પાકોમાં મગફળી અને કપાસના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ 260200 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે જે પૈકી અમરેલી જિલ્લામાં 59,800 હેકટર માં મગફળી નું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે સાથે 92100 હેકટરમાં કપાસના વાવેતરમાં અમરેલી પ્રથમ સ્થાને રહ્યું છે.

જોકે રાજકોટ જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. જે માં 52600 હેકટરમાં મગફળી અને 33600 હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ સૌરાષ્ટ્રમાં 232000 હેકટરમાં મગફળી અને 248300 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. તો બીજી તરફ 3500 હેકટરમાં શાકભાજી 2800 વિસ્તારમાં સોયાબીન સહિત ડાંગર બાજરી જુવાર મકાઈ અન્ય ધાન્ય પાકો મળી કુલ 497200 હેક્ટર વિસ્તારમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ ,જામનગર, પોરબંદર ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર ,મોરબી ,બોટાદ ,ગીર- સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિત કુલ 11 જિલ્લાઓમાં ચોમાસા ની વાવણી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે આ વાવેતર ઓછું થયું હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે.

રાજ્યમાં ખરીફ પાકો નું વાવેતર 8.06 ટકા
ખરીફ પાકો માં કપાસ અને મગફળી નું મોટા પ્રમાણ માં વાવેતર થયું છે. મગફળી નું સૌથી વધુ 15.35 ટકા વાવેતર થયું છે.જ્યારે કપાસ નું વાવેતર 13.79 ટકા , ડાંગર નું વાવેતર 0.77 ટકા , બાજરી નું વાવેતર 0.42 ટકા ,મકાઈ નું વાવેતર 1.19 ટકા ,તુવેર નું વાવેતર 1.71 ટકા, મગ નું વાવેતર 0.36 ટકા અને શાકભાજી નું વાવેતર 8.44 ટકા થયું છે.


Related News

Loading...
Advertisement