રાજયમાં હાલ ફીઝીકલ શિક્ષણ શરૂ નહિં થાય

23 June 2021 07:35 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં હાલ ફીઝીકલ શિક્ષણ શરૂ નહિં થાય

ડેલ્ટા વેરીએન્ટ-ત્રીજી લહેરથી ‘જોખમ’ નહી લેવા નિર્ણય

ઓનલાઈન શિક્ષણ માટેની માર્ગરેખા બહાર પડાશે: દિવાળી સુધી સાવધાની

રાજકોટ:
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે તેના સૌથી નીચા તબકકે છે અને આગામી એક-બે દિવસમાં પોઝીટીવ કેસ બે આંકડાએ આવી જશે. તે નિયત બન્યુ છે તે વચ્ચે હવે રાજયમાં શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવા મુદ્દે સરકારે વિચારણા કરી છે. જોકે હાલ ડેલ્ટા પ્લસ વેરીએન્ટની ચિંતા સાથે ત્રીજી લહેર પણ આવી શકે છે

તેથી સરકાર હાલ પ્રાથમીક શાળાઓ ફીઝીકલ ખોલવાની ઉતાવળ કરશે નહિં અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ધો.10-12 ના પરીણામ આવ્યા બાદ તેની પ્રવેશ અને બીજી પ્રક્રિયાઓ જીસેટ પરીક્ષા વિ. ની કાર્યવાહી થશે અને ઓગસ્ટના અંત સુધી આ પ્રક્રિયા ચાલશે તો નિષ્ણાતોએ આગામી 6-8 સપ્તાહમાં જ કોરોનાની ત્રીજી લહેરની શકયતા દર્શાવી છે.

તેથી ફીઝીકલ શાળાઓ તો દિપાવલી સુધી ખોલાશે કે કેમ તે પ્રશ્ર્ન છે. પણ સરકાર ઓનલાઈન શિક્ષણ ચાલૂ કરી દેવા માંગે છે અને આ માટેની એક સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ સીસ્ટમ ટુંક સમયમાં જ નિશ્ર્ચિત કરશે અને તે દરેક શાળાઓને મોકલી અપાશે.સાથોસાથ કોલેજો ખોલવા અંગે હજુ સરકાર અનિશ્ર્ચિત છે અને, ધો.12 ના પરીણામો આવી ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. તેથી સરકાર હાલ તે અંગે વિચારતી નથી.


Related News

Loading...
Advertisement