ઘરમાં શરાબ પીતા સરકાર રોકી ન શકે : હાઇકોર્ટમાં રસપ્રદ દલીલો; ત્યારે કયાં પ્રાયવસી કાયદો હતો ?

23 June 2021 07:37 PM
Ahmedabad Gujarat
  • ઘરમાં શરાબ પીતા સરકાર રોકી ન શકે :  હાઇકોર્ટમાં રસપ્રદ દલીલો; ત્યારે કયાં પ્રાયવસી કાયદો હતો ?

સુપ્રિમ કોર્ટમાં પડકારવાની સરકારની દલીલ સામે અરજદારોનો વેધક સવાલ

અમદાવાદ, તા.23
ગુજરાતમાં દારૂબંધીનાં મામલો ફરી ચર્ચામાં આવ્યો છે રાજયમાં દારૂબંધીને ગેરબંધારણીય, ગેરવ્યાજબી, ભેદભાવયુકત જાહેર કરીને તેને નાબુદ કરવાની દાદ માંગતી સુનાવણીમાં સરકારની દલીલોનો અરજદારોએ વિરોધ કર્યો હતો.

અરજદારએ જણાવ્યું કે સુપ્રિમ કોર્ટે દેશના તમામ નાગરિકોને પ્રાઇવશીનો અધિકાર આપ્યો છે જેની હેઠળ કોઇ વ્યકિત પોતાના ઘરમાં દારૂ પીવા સ્વતંત્ર હોવો જોઇએ. જો વ્યકિત પોતાના ઘરની ચાર દીવાલોની વચ્ચે બેસીને દારૂ પીવે તો સરકાર તેમાં પ્રતિબ:ધ ફરમાવી શકે નહી. હાલ તમામ પિટિશન એડમીશનના સ્ટેજ પર છે અને તે ટકી શકશે કે કેમ તે દલીલનો મુદો છે. હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ બીરેન વૈષ્ણવની બેચે આ કેસની સુનાવણી બુધવારે મુકરર કરી છે.

આ કેસમાં અરજદારોએ એવી રજુઆત કરી હતી કે આ અરજી રાઇટ ટુ પ્રાઇવસી અને સરકારના મનસ્વી વલણ સામે કરવામાં આવી છે. જો કોઇ વ્યકિત પોતાના ઘરમાં દારૂ પીવા ઇચ્છતી હોય તો સરકાર તેને રોકી ન શકે જો દારૂ પીધા બાદ કોઇ વ્યકિત દ્વારા અરાજકતા ફેલાવાય કે દારૂ પીધા બાદ ગાડી ચલાવવા જેવા ગુના કરે તો સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ.

2017 બાદ સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ અનેક ચુકાદાઓમાં રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે ગોપનિયતાના અધિકારને ઓળખ મળી છે. જયારે સુપ્રિમ કોર્ટે ગુજરાત રાજયમાં 19પ1થી દારૂબંધીનો નિયમ બનાવ્યો ત્યારે પ્રાઇવસીનો અધિકાર નહોતો. સુપ્રિમ કોર્ટે નોંધ્યું છે કે કોઇ કાયદો જે તે સમયે યોગ્ય હોય તો પણ સમય જતા તેમાં સામાજિક રીતે પરિવર્તનની શકયતા આવે ત્યારે કાયદાની ફરીવાર સમીક્ષા કરી જ શકાય.

રાજય સરકાર વતી આ અરજીનો વિરોધ કરનારા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અગાઉ દલીલ કરી હતી કે, સુપ્રિમે 19પ1માં દારૂબંધીને કાયદાને બંધારણીય ઠરાવતો ચુકાદો આપ્યો હતો જેથી હવે અરજદારો તેને હાઇકોર્ટમાં ન પડકારી શકે. નાગરિકોમાં સ્વાસ્થ્ય, સુખાકારી અને રાજયની સલામતીનો પ્રશ્ર્ન હોય ત્યોર નિજતામાં બહાને રાજયમાં દારૂ પીવાની છુટ ન જ આપી શકાય. તો આ કેસમાં અરજદારો પાસેના પક્ષમાં પણ સિનિયર એડવોકેટની મોટી હરોળ જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement