રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને જાજરમાન વિદાયમાન અપાયું, પદભાર સાંભળતા નવા DM અરુણ મહેશ બાબુનું અદકેરું સ્વાગત

23 June 2021 07:46 PM
Rajkot Saurashtra
 • રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને જાજરમાન વિદાયમાન અપાયું, પદભાર સાંભળતા નવા DM અરુણ મહેશ બાબુનું અદકેરું સ્વાગત

રેમ્યા મોહનને વિદાય આપતા નિવાસી અધિક કલેકટર સહિતના કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ 'રસાપરેડ' કરી કલેકટરની કારને ખેંચી

રાજકોટ:
રાજકોટ ખાતેથી વિદાય લેતા કલેકટર રેમ્યા મોહનને ઉષ્માસભર વિદાયમાન અપાયું હતું. અને તેમના સ્થાને આવેલા કલેકટર અરૂણકુમાર બાબુને માનભર્યો આવકાર પાઠવવામાં આવ્યો હતો. કલેકટર રેમ્યા મોહનની કોરોના દરમ્યાન કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી જેથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રેમ્યા મોહનને ચાર્જ છોડતા સમયે સન્માનપૂર્વક પુષ્પવર્ષા તથા કેપ્ટન જયદેવ જોષી તથા એકસ આર્મીમેનના જૂથે બેન્ડના સથવારે વિદાય આપી હતી. આ ઉપરાંત તેમની ઇનોવા ગાડીને પણ પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો હતો. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓએ 'રસા પરેડ' મારફત ગાડી ખેંચી તેમને માનપૂર્વક વિદાય આપી છે.

નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઇ અને સિધ્ધાર્થ ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, પુરવઠા અધિકારી પુજા બાવડા, ચૂંટણી અધિકારી ધાધલ, તથા કલેકટર કચેરીના સમગ્ર સ્ટાફે કચેરીને ફૂલો અને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારી હતી અને ઉષ્માભર્યા વાતાવરણમાં કલેકટર રેમ્યા મોહનને વિદાય આપી હતી. અને નવા વરાયેલા કલેકટર અરૂણકુમાર બાબુને તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યા હતા. અરૂણકુમારે આજે રેમ્યા મોહન પાસેથી રાજકોટ કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અને રાજકોટના વિકાસ માટેના તમામ કામોને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મૂકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી પોતાના નવા હોદા જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે. નવા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાાં જણાવ્યું હતું કે રાજકોટ સાથે તેઓનો જુનો નાતો છે. જુની યાદો પુન: જીવીત થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે અરૂણ મહેશ બાબુ વર્ષ 2017માં રાજકોટ મહાનગરપાલિકામાં ડે.કમિશ્નર તરીકે મૂકાયા હતા. તેઓએ મહાનગરપાલિકામાં સવા વર્ષ સુધી કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓની બદલી અમદાવાદ ખાતે થયેલી હતી.

હવે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર તરીકે બદલી થતા તેમના સ્થાને મુકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે. જયારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પોતાનો ચાર્જ છોડયો છે. રેમ્યા મોહન આવતીકાલે ગુરૂવારે ગાંધીનગર ખાતે હેલ્થ મિશનના ડીરેકટરનો ચાર્જ સંભાળનાર છે. આજે દિવસભર જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર રેમ્યા મોહનને શુભેચ્છા આપવા માટે મુલાકાતીઓનો ઘસારો રહ્યો હતો.

ઓફિસથી ગાડી સુધી બધે જ શણગાર : જયાંથી ચાલ્યા ત્યાં પુષ્પની વર્ષા
કર્મચારીઓએ તેના પ્રિય કલેકટર મેડમની વિદાયને બનાવી ઐતિહાસિક : રાજકોટમાં આવી વિદાય કોઇપણ અધિકારીને આ પહેલા કયારેય પણ નથી આપવામાં આવી : એસઆરપી પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું
રાજકોટ તા.24
રાજકોટના તત્કાલીન કલેકટર રેમ્યા મોહન ગઇકાલે સાંજે ચાર્જ છોડતી વેળાએ કલેકટર કચેરીમાં અનેરા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કલેકટરની ઓફિસથી લઇને બહારની લોબી, વેઇટીંગ એરીયાથી લઇને તેમની ગાડી સુધીના રસ્તા સુધી પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો અને તેઓ જયાંથી ચાલ્યા તે રસ્તા પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રસ્તા પર પુષ્પની કાર્પેટ પાથરવામાં આવી હતી.

આ પ્રમાણેનું અદકેરૂ સન્માન સાથે વિદાયમાન સમારોહ આ પહેલા રાજકોટમાં કોઇપણ અધિકારીને નથી દેવામાં આવ્યો. કલેકટર રેમ્યા મોહને 4/9/2019થી રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ પહેલા ગણતંત્ર દિવસની રાજયકક્ષાની ઉજવણી અને ત્યારબાદ માર્ચ 2020થી કોરોનાકાળ સંદર્ભે સતત ખડેપગે રહ્યા હતા. તેમની ટીમને પણ આ બાબતે પૂરેપૂરો અહેસાસ છે કે કલેકટર રેમ્યા મોહને રાત-દિવસ જોયા વગર કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે કામ કર્યુ છે. તેમની ઇનોવા ગાડીને ફૂલોથી શણગારવામાં આવી હતી અને કલેકટરને એસઆરપી પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું.

Related News

Loading...
Advertisement