ગુજરાતમાં 98 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 5000થી ઓછા થયા : આજે 138 નવા દર્દી

23 June 2021 08:21 PM
Gujarat
  • ગુજરાતમાં 98 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 5000થી ઓછા થયા : આજે 138 નવા દર્દી

● 24 કલાકમાં 487 દર્દીઓ સાજા થયા : 3ના મોત બાદ કુલ મૃત્યુઆંક 10040 થયો : હાલ 4807 એક્ટિવ કેસ ● કુલ 8.22 લાખ સંક્રમિતોમાંથી 807911 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : રિકવરી રેટ 98.20 ટકા થયો

રાજકોટઃ
ગુજરાતમાં 98 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસ ઘટી 5000થી ઓછા થયા છે. છેલ્લે 16 માર્ચના રોજ 4966 એક્ટિવ કેસ હતા ત્યારબાદ બીજી લહેરમાં નવા કેસો વધતા એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી પણ વધુ થઈ ગઈ હતી. આજે 138 નવા દર્દીઓ નોંધાયા છે જેની સામે 400થી વધુ દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 4807 એક્ટિવ કેસ છે. કુલ 8.22 લાખ સંક્રમિતોમાંથી 807911 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રિકવરી રેટ 98.20 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 138 કેસો નોંધાયા છે અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 487 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4726 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10040 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 822763 પર પહોંચ્યો છે.

● રાજ્યમાં આજે 11 જિલ્લામાં એક પણ કેસ નહીં

ગુજરાતના 11 જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, પંચમહાલ અને પાટણમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે શૂન્ય કેસ રહ્યા છે. જ્યારે રાજયના 7 જિલ્લા આણંદ, ભરૂચ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં માત્ર એક-એક કેસ જ નોંધાયા છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ - સુરત 31, વડોદરા 16, જૂનાગઢ 13, રાજકોટ 8, વલસાડ 7, ગીર સોમનાથ-જામનગર 4, કચ્છ - નવસારી - ગાંધીનગર 3, બનાસકાંઠા - ભાવનગર - મહેસાણા - નર્મદા ર, આણંદ - ભરૂચ - દાહોદ - દેવભૂમિ દ્વારકા - પોરબંદર - સાબરકાંઠા - તાપી 1.


Related News

Loading...
Advertisement