દિલ્હી સરકારની રાશન યોજના નામંજૂર કરતાં કેજરીવાલે કહ્યું - ભારત ચાંદ પર અમે ત્રીજા માળે અટક્યા

23 June 2021 10:03 PM
India Politics
  • દિલ્હી સરકારની રાશન યોજના નામંજૂર કરતાં કેજરીવાલે કહ્યું - ભારત ચાંદ પર અમે ત્રીજા માળે અટક્યા

દરેક સમયે રાજનીતિથી દેશ આગળ કેવી રીતે વધશે, ઘર-ઘર રાશન યોજના રાષ્ટ્રહિતમાં છે : દિલ્હીના સીએમનું ટ્વિટ

દિલ્હી:
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર તરફથી ઘર-ઘર રાશન યોજનાને નામંજૂર કરવા માટે નિશાન સાધયું છે. તેમને બુધવારે એક ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રના પત્રમાં અમારી યોજના ફગાવી દીધી. દરેક સમયે દરેક સાથે ઝગડો યોગ્ય નથી.બંગાળ, લક્ષદ્વીપ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી ઝગડાનું ઉદાહરણ આપતા કહ્યું કે આટલા બધા ઝગડા સાથે દેશ કેવી રીતે આગળ વધી શકશે?

કેન્દ્ર સરકારનો પત્ર આવ્યોછે. ખુબ જ દુ:ખ થયું. આવી રીતના કારણ આપીને રાશન યોજના ફગાવી દીધી- “રાશન લઈને જતી ગાડી ટ્રાફિકમાં ફસાઇ ગઇ અથવા ખરાબ થઈ ગઈ તો ત્રીજા માળ સુધી રાશન કેવી રીતે પહોંચશે?, સાંકળી ગલીમાં કેવી રીતે જશે?” કેજરીવાલે તંજ કસતા કહ્યું, “21મી સદીનું ભારત ચાંદ પર પહોંચી ગયું, તમે ત્રીજી મંજિલ પર અટકી ગયા.”

અરવિંદ કેજરીવાલથી પહેલા ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ઘર-ઘર રાશન યોજનાને રદ્દ કરવા માટે કેન્દ્ર પર હુમલો કર્યોછે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ સચિવના પત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાવતરું ગણાવતાં, તેમણે તેમના પર દરરોજ એક કે બીજા રાજ્ય સાથે ઝઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિસોદિયાએ કહ્યું કે સેક્રેટરીએ ફક્ત વડાપ્રધાનના કહેવાથી પત્ર લખ્યો અને તે યોજના બંધ કરવા પાછળ વિચિત્ર બહાના ગણાવી રહ્યાછે. તેમણે કહ્યું કે રાજ્યમાં રેશનનું વિતરણ કેવી રીતે કરવું તે નિર્ણય લેવાનો રાજ્ય સરકારનો અધિકાર છે, પરંતુ આમાં પણ કેન્દ્ર પોતાનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.


Related News

Loading...
Advertisement