પંજાબમાં અમરીદરસિંહ સાથેની મેચમાં સિદ્ધુ આઉટ : હાઇકમાન્ડે ચૂંટણી માટે કેપ્ટનને સોપી ટીમની કમાન

23 June 2021 10:07 PM
India Politics
  • પંજાબમાં અમરીદરસિંહ સાથેની મેચમાં સિદ્ધુ આઉટ : હાઇકમાન્ડે ચૂંટણી માટે કેપ્ટનને સોપી ટીમની કમાન

ખુલ્લીને નિવેદન આપીને સિદ્ધૂએ હિટ વિકેટનું કામ કર્યુ છે, હવે તેમને ડેપ્યુટી સીએમ અથવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળવી મુશ્કેલ

નવી દિલ્હી:
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહીછે. નવજોત સિંહ સિદ્ધૂ તરફથી ખુલ્લી રીતે પ્રહારના મુદ્દાને કેપ્ટન અમરિંદર સિંહે હાઇકમાન્ડ સામે ઉઠાવ્યોછે. સુત્રોના અનુસાર હાઇકમાન્ડે પણ માન્યુછે કે નવજોત સિંહ સિદ્ધૂએ કોઇ પણ રીતના મતભેદની વાત પાર્ટી ફોરમમાં જ રાખવી જોઇતી હતી.

આટલુ જ નહી સુત્રોનુ કહેવુછે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે અમરિંદર સિંહને જ 2022ની વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન બનાવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે અને તેમણે ટીમ પસંદ કરવા માટે ફ્રી હેન્ડ આપ્યુછે.

સિદ્ધુએ ખુલ્લી ને નિવેદન આપીને હિટવીકેટ થી આઉટ થવાનું કામ કર્યુ છે અને હવે તેમણે ડેપ્યુટી સીએમ અથવા પછી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળવી મુશ્કેલછે.

આ પહેલા હાઇકમાન્ડ તરફથી સિદ્ધૂને ડેપ્યુટી સીએમ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેની પર કોંગ્રેસ સુત્રોનું કહેવુ હતું કે સિદ્ધૂએ ડેપ્યુટી સીએમ બનવાનો ઇનકાર કરી દીધો છે અને પ્રદેશ અધ્યક્ષનું પદ ઇચ્છેછે. એવુ પણ કહેવામાં આવી રહ્યુછે કે હવે નવજોત સિંહ સિદ્ધૂ અમરિંદર કેબિનેટમાં મંત્રી પદ પર જ સંતોષ કરી શકેછે. આ સિવાય ચૂંટણી પ્રચારમાં તેમણે કોઇ જવાબદારી આપવામાં આવી શકેછે.

આ સિવાય મલ્લિકાર્જુન ખડગેની લીડરશિપ ધરાવતી પેનલે અમરિંદર સિંહને ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરી બદલાવ કરવા અને જનહિતની યોજનાઓ પર આગળ વધવાની સલાહ આપી છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી છે. નવજોત સિંહ સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહ પર અંગત હુમલો કરતા કહ્યુ હતું કે તે બે પરિવારોની સિસ્ટમ વિરૂદ્ધ છે, તેમનો સીધો ઇશારો પ્રકાશ સિંહ બાદલના પરિવાર અને કેપ્ટન અમરિંદર સિંહ તરફ હતો, તેમના આ નિવેદનને પાર્ટીએ યોગ્ય નથી માન્યુ.

પોતાના જ સીએમ વિરૂદ્ધ પબ્લિકમાં આ રીતના નિવેદનને નવજોત સિંહ સિદ્ધૂની હિટ વિકેટ માનવામાં આવી રહીછે.


Related News

Loading...
Advertisement