અમને આશા છે કે, વડાપ્રધાન સાથેની બેઠક માત્ર એક ફોટો સેશન માટે નથી : કાશ્મીરી નેતાઓ

23 June 2021 10:13 PM
India Politics
  • અમને આશા છે કે, વડાપ્રધાન સાથેની બેઠક માત્ર એક ફોટો સેશન માટે નથી : કાશ્મીરી નેતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મહિનાઓ સુધી કસ્ટડીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રીઓ અને કાશ્મીરી નેતાઓ સાથે આવતીકાલે બેઠક કરશે

શ્રીનગર:
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાના લગભગ બે વર્ષ પછી રાજકીય હલચલ શરૂ થઈ ગઈછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મહિનાઓ સુધી કસ્ટડીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રીઓ અને કાશ્મીરી નેતાઓ સાથે 24 જૂને બેઠક કરશે.

જોકે, બેઠકનો એજેન્ડા હજું સુધી સ્પષ્ટ નથી. ત્યાં અનેક લોકોએ આને સીમા-નિર્ધારણની પ્રક્રિયા માટે બેઠક હોવાનું કહ્યું તો કેટલાક લોકો આને આંતરાષ્ટ્રીય દબાણ અને ચીની ઘૂસણખોરી વચ્ચે બીજેપી માટે સ્થાનિક સમર્થન મેળવવા માટે પીએમ મોદી દ્વારા ‘ફોટો સેશન’ ગણાવી રહ્યાં છે. ગુપકાર ગઠબંધનના પ્રવક્તા અને સીપીઆઈ (એમ) નેતા એમ વાઈ તારિગામીએ ધ ક્વિન્ટને જણાવ્યું હતુ કે, પાર્ટીને આશાછે કે આ ઘાટીની સમસ્યાઓને ઉકેલવાની એક વાસ્તવિક કોશિશ હશે.

તેમને કહ્યું, “જ્યાં સુધી વડાપ્રધાનની બેઠકની વાતછે, અમે વારં-વાર તે કહ્યુંછે કે 5 ઓગસ્ટ 2019માં લદ્દાખ સહિત જમ્મુ-કાશ્મીર માટે જે પણ કંઇ કરવામાં આવ્યું તે અમારા અધિકારો અને ભારતના બંધારણની મૂળ સંરચના પર હુમલો છે. આપણે બધા જાણીએ છીએ કે એક ઐતિહાસિક રાજ્યને કોઈ જ ચર્ચા વગર, આબાદીના કોઈપણ વર્ગના સૂચનો વગર, રાજકીય નેતૃત્વના કોઈપણ હિસ્સા સાથે ચર્ચા કર્યા વગર મનમાનીપૂર્વક વિભાજિત કરી દીધું. જ્યાં સુધી આ બેઠકનો સંબંધ છે, અમને એજેન્ડા પણ ખબર નથી, પરંતુ નિશ્ચિત રૂપથી એક રાજકીય પાર્ટી સીપીઆઈ(એમ)ના રૂપમાં, અમે હંમેશા અમારા વિચાર વ્યક્ત કર્યા છે. આ વિસ્તારના લોકો જે મુદ્દાઓનો સામનો કરી રહ્યાં છે, તેના પર ચર્ચા માટે નિશ્ચિત રૂપથી અમે તેના એકપમ તક છોડીશું નહીં" બની શકે છે કે કેન્દ્રએ તે અનુભવ્યા પછી વાતચીત શરૂ કરી હશે કે તેઓ ઘાટીની સ્થિતિને થાળે પાડવામાં નિષ્ફળ રહ્યાં છે. તારિગામીએ કહ્યું, “અમને આશા છે કે આ બેઠક માત્ર એક ફોટો સેશન માટે નથી, આશા કરીએ છીએ કે આ માત્ર એક દેખાડો નથી. અમે આશા કરીએ છીએ કે દિલ્હીમાં સત્તા સંભાળનારાઓ માટે કંઈક ગંભીરતા હોવી જોઈએ.”


Related News

Loading...
Advertisement