રાજકોટ: વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશ્નર : પાંચને જેલમાં ધકેલાયા

23 June 2021 10:31 PM
Rajkot Crime
  • રાજકોટ: વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશ્નર : પાંચને જેલમાં ધકેલાયા

નવા સુધારેલા કાયદા મુજબ વ્યાજખોરીમાં પહેલીવાર જ ઝડપાયેલા વિક્રમ ખુમાણ, પરેશ દેથરીયા, ઉમેશ પાંભર, વિક્રમ ભાગીયા અને સંદીપ જેઠવા સામે પાસની કાર્યવાહી થઈ

રાજકોટ:
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નવા સુધારેલા કાયદા મુજબ વ્યાજખોરીમાં પેહલીવાર જ ઝડપાયેલા વિક્રમ ખુમાણ, પરેશ દેથરીયા, ઉમેશ પાંભર, વિક્રમ ભાગીયા અને સંદીપ જેઠવા સામે પાસનું હથિયાર ઉગામીને જેલ હવાલે કર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ યુનિવર્સિટી પોલીસના પીઆઇ એ.એસ. ચાવડા, પીસીબી શાખાના પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એ.બી. જાડેજા અને યુનિવર્સિટી પોલીસ અને પીસીબી શાખાના સ્ટાફ દ્વારા અગાઉ વ્યાજખોરીના ગુનામાં આવેલા આરોપીઓની યાદી તૈયાર કરીને પાંચ વ્યાજખોરો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશ્નરને મોકલી હતી. સીપીએ દરખાસ્ત મંજુર કરી પાસ વોરન્ટ ઇશ્યુ કરતા આરોપીઓને જુદી જુદી જેલમાં ધકેલાવા કાર્યવાહી કરાઈ હતી. જેમાં વિક્રમ જીલુ ખુમાણ (ઉ.વ.41, રહે.150 ફૂટ રિંગરોડ, ગાંધીગ્રામ શેરીનં 2)ને ભુજ જેલમાં, પરેશ ભુપત દેથરીયા (ઉ.વ.30, રહે.સરકારી વસાહત વસ્ત્રાપુર,મૂળ નવાગામ, કોટડાસંગાણી),ને પોરબંદર જેલ, ઉમેશ રમેશ પાંભર (ઉ.વ. 27, રહે.પ્રાણમી પાર્ક, શેરીનં 4,મવડી પ્લોટ)ને અમદાવાદ જેલ, વિક્રમ ભુદરજી ભાગીયા (ઉ.વ.34, રહે.મવડી મેઈન રોડ, બાપા સીતારામ ચોક,શિવમ પાર્ક,2)ને વડોદરા જેલ અને સંદીપ બાબુ જેઠવા (ઉ.વ.30, રહે. મવડી ચોકડી, રાધે હોટેલ પાસે, ક્રિષ્ના પાર્ક, શેરીનં.8)ને સુરત જેલ ખાતે ધકેલવા તજવીજ કરાઈ છે.

Related News

Loading...
Advertisement