મનીષ સીસોદીયાનો સુરત પ્રવાસ રદ: ‘102’ તાવ!

24 June 2021 12:34 PM
Surat Gujarat
  • મનીષ સીસોદીયાનો સુરત પ્રવાસ રદ: ‘102’ તાવ!

ટવીટ કરી જાણકારી આપી: કોવિડ-ટેસ્ટ પણ કરાવશે રાજકીય દ્રષ્ટીએ મહત્વના આ કાર્યક્રમ રદ થવા પાછળ ભાજપની પણ ભૂમિકા: ચર્ચા

રાજકોટ:
ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનવા મથી રહેલા આમ આદમી પાર્ટીનો આજનો સુરતનો કાર્યક્રમ રદ થયો છે. આજે ગુજરાતના આ ઔદ્યોગીક શહેરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મનીષ સીસોદીયા હાજર રહેવાના હતા અને સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી તેમના ભરચક કાર્યક્રમો હતા જેમાં તેમની પત્રકાર પરિષદમાં સુરતના મોટા ગજાના અગ્રણી મહેશ સવાણી ‘આપ’માં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી.

પરંતુ અચાનક જ સીસોદીયાએ ગઈકાલે ટવીટ કરી તેમને તાવ હોવાથી ગુજરાત આવી શકશે નહી તેવું જણાવતા ચર્ચા સર્જાઈ છે. ‘આપ’ના અગ્રણી શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ એક વાતચીતમાં જણાવ્યું કે મનીષભાઈને ગઈકાલે 102 તાવ હતો અને આજે હવે તેમનો કોવિડ ટેસ્ટ થશે. તેથી આજની ગુજરાત યાત્રા રદ કરી છે પણ બહું જલ્દી તેઓ કાર્યક્રમ જાહેર થશે.

જો કે બીજી તરફ ચર્ચા મુજબ સુરતનો આ કાર્યક્રમ તથા આ મહાનગરના અનેક મોટા ચહેરા ‘આપ’ની ટોપી પહેરે તેવી શકયતા બાદ મોટા પાયે રાજકીય દબાણ આવ્યું હતું અને ડેમેજ કંટ્રોલ કરવા ભાજપના ટોચના નેતાઓ કામે લાગ્યા હતા અને જેઓ આપમાં જોડાય તેવી શકયતા હતી તેઓને હમણા ‘થોભી જાવ’ તેવા સંદેશ સાથે દબાણ લાવતા આ કાર્યક્રમ મોકુફ રાખવાની ફરજ પડી હોઈ શકે છે. સુરતમાં અગાઉ જ આમ આદમી પાર્ટીએ ભાજપને ડેમેજ કર્યુ છે અને તેમાં પાટીદાર ફેકટર જો આપ સાથે જાય તો પક્ષની ચિંતા વધે તેવી ધારણા પણ ભાજપમાં સેવાય છે.

હું ‘આપ’માં જોડાવાનો નથી: કોંગ્રેસના નેતા હાર્દીક પટેલની સ્પષ્ટતા
આપ- ભાજપની ‘બી’ સમજ છે: લોકો નકારશે
સુરત: ગુજરાતમાં ‘આપ’ના વધતા જતા ઉદયમાં હવે કોંગ્રેસમાં બરાબર ‘ફીટ’ નહી થયેલા ‘પાસ’ના પૂર્વ નેતા હાર્દીક પટેલ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પક્ષમાં જોડાય તેવી ચર્ચાનો જવાબ આપતા હાર્દીકે કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું.

આમ આદમી પાર્ટીમાં જોડાવાની મારા અંગે જે અહેવાલો આવી રહ્યા છે તે ફકત અફવા જ છે અને તેમાં કઈ તથ્ય નહી આજે સુરત પહોંચેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને આવકારવા ડાયમન્ડ સીટી પહોંચેલા હાર્દીક પટેલે ‘આપ’ને ભાજપની ‘બી’ ટીમ ગણાવી હતી અને કહ્યું હતું કે સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરી શકે તેવો એક માત્ર પક્ષ કોંગ્રેસ છે અને તેઓ પક્ષને મજબૂત બનાવશે. હાર્દીક હાલમાં જ વિવિધ સમાજ દ્વારા જે રીતે તેમના મુખ્યમંત્રી અંગે દાવો કર્યો તેના જવાબમાં કહ્યું કે દરેક સમાજને તેમની વાત કહેવાનો અધિકાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement