માનહાની કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજીર: એક જ રટણ: મેં આ વિધાનો કર્યા નથી

24 June 2021 04:40 PM
Surat Gujarat Top News
  • માનહાની કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં  હાજીર: એક જ રટણ: મેં આ વિધાનો કર્યા નથી

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ‘બધા મોદી અટકવાળા ચોર કેમ હોય છે’ તેવુ નિવેદન કર્યાનો આક્ષેપ કરી સુરતના ધારાસભ્યે માનહાનીનો કેસ કરેલો

સુરત તા.24
રાહુલ ગાંધી બેંગ્લોર પાસે એક જાહેર સભામાં તમામ મોદી અટકવાળા ચોર કેમ હોય છે તેવો સવાલ કરતા આ મામલે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. જેની આજ તારીખ હોવાથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્રે કોર્ટમાં હાજર થવા સુધી આવ્યા હતા.આજની સુનાવણી દરમ્યાન મોટાભાગનાં પ્રશ્નોના રાહુલ ગાંધીએ ‘મને ખબર નથી’પ્રકારનાં એક જ જવાબો આપ્યા હતા.

સુનાવણી દરમ્યાન રાહુલે જવાબ આપ્યો હતો કે મને ખબર નથી.....હું રાષ્ટ્રીય રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધન કરૂ છું માટે તમામ જાહેરસભામાં હું શું બોલ્યો છું એવુ સંપૂર્ણ યાદ નથી. ફરિયાદ પક્ષે એક પેન ડ્રાઈવ અને બે સીડી રજુ કરી પુરાવા આપ્યા હતા સામે પક્ષે એવી દલીલ કરી હતી કે આ ઈલેકટ્રીક ગેજેટ હોવાથી તેના ઉદભવસ્થાન અને ઓથેન્ટીસીટી પુરવાર થતી નથી. આ મુદ્દે બચાવ પક્ષ દ્વારા પુરાવા અંગે બે સાહેદો રજુ કરવાના હતા.

પરંતૂ કોર્ટે તેને નામંજુર કર્યા હતા. હવે આ મામલે જો હાઈકોર્ટમાં સ્ટે ન આવે તો આગામી સુનાવણી 12 મી જુલાઈએ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે રાહુલ સુરત આવતા એરપોર્ટ પર કોંગ્રેસ નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી દ્વારા સ્વાગત કરાયું હતું. કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું અમે કેસ અંતિમ શ્વાસ સુધી લડીશુ. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશમાં જનતાનો અવાજ બનતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા ખોટા માનહાનીના કેસો કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement