મોહિબે હિન્દુ યુવતી સાથે બળજબરીથી નિકાહ કર્યા બાદ માતાજીના ફોટા ફાડી, શિવજીની મૂર્તિ ફેંકી દીધી’તી

25 June 2021 06:44 PM
Vadodara Crime
  • મોહિબે હિન્દુ યુવતી સાથે બળજબરીથી નિકાહ કર્યા બાદ માતાજીના ફોટા ફાડી, શિવજીની મૂર્તિ ફેંકી દીધી’તી

વડોદરામાં લવ જેહાદનો બીજો ગુનો દાખલ : મુસ્લિમ ધર્મ પાળવા માટે પતિ, સસરા અને જેઠ પણ ત્રાસ ગુજારતા : અંતે યુવતીએ કંટાળી ફતેગંજ પોલીસ મથકે લવ જેહાદના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી

રાજકોટ, તા.25
વડોદરામાં એક અઠવાડિયામાં લવ જેહાદનો બીજો ગુનો નોંધાયો છે. 23 વર્ષીય યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપુર્વક નિકાહ કર્યા હતા.

તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાંખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઇ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિબ પઠાણ તથા તેના ભાઇ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. યુવતીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું હતું.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 2018માં તેનો સંતોક નગરના મોહિબ પઠાણ સાથે ધો.12ની પરીક્ષા વખતે પરિચય થયો હતો ત્યારબાદ તેને વાતોમાં ફસાવી 2020માં તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ મોહિબ પઠાણે તેની સાથે અશ્લિલ ચેષ્ટાઓ કરીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. ત્યારબાદ તે લગ્ન બાદ મોહિબના ઘેર રહેવા આવી ત્યારે તે સાથે માતાજીના ફોટા અને શિવજીની મૂર્તિ લાવી હતી અને તે ઘરમાં પુજા પાઠ કરતી ત્યારે મોહિબે તે મારી સાથે નિકાહ કર્યા છે

તો હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેમ જણાવી મોહિબ ઉશ્કેરાયો હતો અને માતાજીના ફોટા ફાડી નાંખ્યા હતા અને શિવજીની મૂર્તિ નીચે નાંખી દીધી હતી. યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેનું નામકરણ કરી તેનું નામ શિવ રાખતા મોહિબ ઉશ્કેરાયો હતો અને આ છોકરો મારો છે અને તેનું નામ હું મુસ્લિમ ધર્મ મુજબ રાખીશ તેમ જણાવ્યું હતું. તે પુત્રને શિવ કહીને બોલાવે ત્યારે મોહિબ તેની મારઝુડ કરતો હતો.

યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ઘરમાં કોઇ ન હતું ત્યારે મોહિબના ભાઇ મોહસીને તેનો તેનો હાથ પકડી લીધો હતો અને તમારા હિન્દુ ધર્મમાં આવુ બધુ ચાલ્યા કરે છે જેથી યુવતીએ વિરોધ કરતાં તેણે હાથ છોડી દીધો હતો. યુવતીએ જણાવ્યું હતું કે મોહિબ તેને લગ્ન કરવાનું જણાવતો હતો અને જો તું મારી સાથે લગ્ન નહી કરે તો હું મરી જઇશ અને જો તું મારી ના થઇ તો કોઇની થવા નહી દઉં અને આ પ્રકારે તેણે લગ્નનું દબાણ કરી મોહિબે તું તારી મરજીથી હિન્દુ ધર્મ પાળી શકીશ તેમ કહ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement