સુરતના જાણીતા પાટીદાર અગ્રણી, હજારો દીકરીઓના 'પપ્પા' આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું 'મારે સેવા કરવી છે, મને જેલમાં જવું પડે તો પણ વાંધો નહિ’

27 June 2021 03:28 PM
Surat Gujarat
  • સુરતના જાણીતા પાટીદાર અગ્રણી, હજારો દીકરીઓના 'પપ્પા' આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું 'મારે સેવા કરવી છે, મને જેલમાં જવું પડે તો પણ વાંધો નહિ’

સુરત :
રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું.
ત્યારે સુરતની મુલાકાતે આવેલા દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને મળવા માટે ઉદ્યોગપતિ મહેશ સવાણી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, અને ત્યારબાદ વિધિવત રીતે આપ પાર્ટીનો ખેંસ પહેરી, પાર્ટીમાં જોડાયા હતા.

સુરતના જાણીતા ઉદ્યોગપતી અને પાટીદારમાં મોભો ધરાવનાર મહેશ સવાણી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સાથે બેઠક યોજતા ગુજરાત ભાજપમાં પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે નાતો ધરાવનાર મહેશ સવાણી ભાજપનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા થી આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં પાટીદાર ફેક્ટર આપ તરફ વળી શકે છે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેર એ આમઆદમી પાર્ટીનું એપી સેન્ટર ગણવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ મહાનગરપાલિકા ચૂંટણીમાં ૨૭ બેઠકો પર જીત હાંસલ કરેલ. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની હાજરીમાં સુરતના ઉદ્યોપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.

આપમાં જોડાયા બાદ મહેશ સેવાણીએ જણાવ્યુ હતુ કે, સેવાના કામ માટે હું રાજકારણમાં જોડાયો છું. મે અત્યારસુધી ફકત સમાજસેવાના કાર્યો માટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે, આ પેહલા વખત રાજકીય પક્ષ તરફથી સંબોધન કરી રહ્યું છું.

હું રાજકારણમાં જોડાયો કારણકે સુરતમાં કરેલા સેવાકીય કર્યો હવે સમગ્ર ગુજરાતમાં કરવાની તક મળે.
સમાજ માટે જે જરૂરી હોય તે મે હમેશા કર્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મને અન્ય લોકોએ કહ્યું કે હું રાજકારણમાં જોડાઈશ તો હેરાન કરવામાં આવશે, પરિવારને હેરાન કરવામાં આવશે, રેડ પણ પાડવામાં આવશે. પરંતુ સેવા કરવા માટે મારે જેલમાં જવું પડશે તો પણ હું તૈયાર છું, વધુમાં વધુ શું કરશે મને ગોળી મારશે, તો પણ વાંધો નહિ ' તેવું મહેશ સવાણીએ કહ્યું હતું.
મહેશ સવાણી વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. ત્યારે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો ખેંસ ધારણ કરતા સુરત રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે.

મહેશ સવાણી પાટીદાર ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. તેઓએ અત્યારસુધીમાં કુલ ૪૦૦૦ થી વધુ દીકરીઓ જેના માતા - પિતા નથી તેના સ્વખર્ચે જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ ઉપરાંત તેઓએ એચઆઇવી ગ્રસ્ત મહિલાઓ, વિધવા મહિલાઓ માટે પણ તેમની આગેવાની હેઠળ NGO કાર્યરત છે. તેઓ આરોગ્ય, શિક્ષણ, રિયલ એસ્ટેટ, ડાયમંડ ક્ષેત્રે આગળ છે.

મહેશ સવાણીના જોડાવવા પર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાનું ટ્વીટ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવાર સતત મોટો બની રહ્યો છે.

આજે ગુજરાતના પ્રતિષ્ઠિત સમાજ સેવક અને ઉદ્યોગ અગ્રણી શ્રી મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા, તેઓના આપમાં જોડાવાના કારણે સ્પષ્ટ થયું છે કે, ગુજરાતની જનતા ભાજપથી ત્રસ્ત છે અને જનતા પરિવર્તન ઈચ્છે છે.

ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે: સિસોદિયા
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય જગડતી પાર્ટી નામ થઈ ગયું છે

આપમાં જોડાયા બાદ મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક થઈ ગયા હતા મહેશ સવાણી રડી પડ્યાં.
મહેશ સવાણીએ જણાવ્યું કે, હું દરેક સમાજ નો છું, સમાજ સેવામાં માનવા વાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું કે લોકો દવા, ઓકસીજન માટે લાચાર બની ગયા હતા. કોરોના સેન્ટર ખોલવા માટે રાજકારણ રમાંતું હતું, તમે કોની સાથે ફોટો પડાવવા તો જ મંજૂરી મળે. અમારી સામે લોકો મૃત્યુ પામ્યા. દરરોજ દવા, ઇન્જેક્શન, હોસ્પિટલ બેડ માટે ફોન આવતા. એટલે મેં સેવા કરવા રાજકારણમાં આવું પડ્યું છે.
મારે રાજકારણમાં જોડાવવા માટે ત્રણ વિકલ્પ હતા. એક ૮૦ વર્ષ જૂનું બિલ્ડિંગ, એક ૨૦-૨૫ વર્ષનું એલિવેશન વાળું બિલ્ડિંગ અને એક ખુલ્લો પ્લોટ.
એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, હું ૨૦૦૭ પછી ભારત આવ્યું, એટલે મે વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.

Related News

Loading...
Advertisement
Advertisement