ગેરકાયદે ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમનાં ગુજરાતી ઉદ્યોગપતિ સાથીની વડોદરાથી ધરપકડ

01 July 2021 11:39 AM
Vadodara Gujarat India
  • ગેરકાયદે ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમનાં ગુજરાતી ઉદ્યોગપતિ સાથીની વડોદરાથી ધરપકડ

સલાઉદીન અને ઉમર ગૌતમ વચ્ચે ફંડીંગ કનેકશનનો પર્દાફાશ

વડોદરા તા.1
ગેરકાયદે ધર્માંતરણનાં કેસમાં યુપી એટીએસે ગઈકાલે બુધવારે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ટોળકીનાં મૂખીયા મોહમ્મદ ઉંમર ગૌતમના આ ખાસ સહયોગી સલાઉદીનની ગુજરાતમાં વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે.તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ પર લઈને લખનૌ લાવવામાં આવ્યો છે.

દરમ્યાન આ કેસમાં અગાઉ ધરપકડ થયેલ મોહમ્મદ ઉમર ગૌતમ અને કાજી જહાંગીર આલમ હજુ ત્રણ જૂલાઈ સુધી યુપી એટીએસની કસ્ટડીમાં રહેશે. કોર્ટે બુધવારે એટીએસનાં અનુરોધ પર બન્નેની કસ્ટડી રીમાન્ડ ત્રણ જુલાઈ સુધી વધારી દીધી છે. બન્નેનો રીમાન્ડ સમય બુધવારે જ પુરો થતો હતો.રીમાન્ડ મંજુર થવાથી બન્નેને જેલ મોકલવા નથી પડયા.

આ ગેંગ સાથે સંકળાયેલી અન્ય ત્રણ આરોપીઓ ઈરફાન શેખ, મનુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને રાહુલ ભોલાની કસ્ટડી રીમાન્ડ પર આજે કોર્ટમાં સુનાવણી થશે. હવે આ મામલે વડોદરાથી પકડાયેલ સલાઉદીન અને ઉમર ગૌતમ વચ્ચે ફંડીંગનુ કનેકશન બહાર આવ્યુ છે. હવે સલાઉદીનને લખનૌ લઈ જઈ પૂછપરછ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement