વડિયા ગ્રામપંચાયત ના સફાઈ કર્મચારી ને નિવૃત્તિ વિદાયમાન અપાયું

02 July 2021 01:26 PM
Surat
  • વડિયા ગ્રામપંચાયત ના સફાઈ કર્મચારી ને નિવૃત્તિ વિદાયમાન અપાયું

વડિયા ગ્રામ પંચાયત દ્વવારા ગામની શેરીઓ અને બજારો ને સ્વચ્છ રાખવા માટે સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. આ કર્મચારી માં પુરુષ અને મહિલાઓ નો સમાવેશ થાય છે. તેમના એક કર્મચારી ઉજીબેન વય મર્યાદા થી નિવૃત થતા હોય ત્યારે ગ્રામ પંચાયત ના સરપંચ રમાબેન છગનભાઇ ઢોલરીયા અને સદસ્યો દ્વવારા તેમને સેવા નિવૃત વિદાય સન્માન આપવામાં આવ્યુ હતુ. જેમાં નિવૃત થતા કર્મચારી ઉજીબેન ને શ્રીફળ, પડો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તકે એક સફાઈ કર્મચારી નુ સન્માન કરવામાં આવતા તેમના દ્વવારા પણ ખુશી ની લાગણી વ્યક્ત કરી ગ્રામપંચાયત ના સરપંચ અને સદસ્યો નો આભાર માન્યો હતો.


Loading...
Advertisement
Advertisement