હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેકટ સાથે નવા વર્ષની શરૂઆત

02 July 2021 02:30 PM
Porbandar
  • હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેકટ સાથે નવા વર્ષની શરૂઆત

નવા વર્ષ 2021-22 ની હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેક્ટ સાથે શરૂઆત કરવામાં આવી છે અને જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે તે ગાય માતાને હિન્દૂ ધર્મમાં પરમ પૂજનીય છે તે ગૌમાતા માટે રાજોધરજી હાઈસ્કૂલના આચાર્ય ગૌતમભાઈ પાડલીયાના આર્થિક સહયોગથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જ્યાં બીમાર અને રેઢીયાર ગાયોને ઘરની જેમ સાચવવામાં આવે છે તેમજ બધી જ પ્રકારની સેવા કરવામાં આવે છે તેવી હળવદની શ્રી રામ ગૌશાળા ખાતેની 450 ગાય માતા માટે લીલોચારો આપવા આવ્યો હતો અને જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement