માધાપરમાં હિટ એન્ડ રન : જીપની ઠોકરે મોપેડ ચાલક વૃઘ્ધનું મોત

03 July 2021 02:33 PM
Vadodara Crime
  • માધાપરમાં હિટ એન્ડ રન : જીપની ઠોકરે મોપેડ ચાલક વૃઘ્ધનું મોત

85 વર્ષનાં વૃઘ્ધાનું એસીડ પી લેતા મોત

ભૂજ તા.3
ભુજના માધાપર ગામે ગત શુક્રવારે સવારે સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવમાં બોલેરો જીપે ઠકકર મારતાં મોપેડ સવાર વૃધ્ધનું તત્કાળ મોત નિપજ્યું હતું.
આ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ હિટ એન્ડ રનનો બનાવ સવારે આઠ વાગ્યાના અરસામાં માધાપર નવાવાસ પાટ હનુંમાન નજીક હોટલ ટ્રીટોપની સામે બન્યો હતો જેમાં માધાપર યક્ષ મંદિર પાસે રહેતા શામજીભાઇ રામજીભાઇ ગોરસીયા (ઉ.વ.77) પોતાના મોપેડથી વાડી પર જઇ રહયા હતા ત્યારે વિરાંગના સર્કલ ક્રોસ કરતા ભુજોડી તરફથી પુરપાટ ઝડપે આવતી જીપના ચાલકે હતભાગીના મોપેડને અડફેટે લેતાં તેઓ રસ્તા પર ફંગોળાઇ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી જીપ ચાલક સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો.

ઘાયલ હતભાગીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. બી ડિવિઝન પોલીસે હતભાગીના પુત્ર નારાણભાઇ શામજીભાઇ ગોરસીયાની ફરિયાદને આધારે અજાણ્યા બોલેરો ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ એમ. આર. મહેશ્વરીએ હાથ ધરી છે.

બીજી તરફ, માધાપર ગામે એક 85 વર્ષીય વૃદ્ધાએ એસિડ પી ને આપઘાત કરી લેતાં ચકચાર પ્રસરી જવા પામી છે. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માધાપરના નવાવાસ વિસ્તારમાં રામ મંદિર પાસે રહેતા 85 વર્ષીય રામબાઈ મનજી પિંડોરિયા નામના વૃદ્ધાએ તેમના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. તેમના પુત્રો ઘટનાની જાણ થતાં વેંત તેમને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

સત્સંગી જીવન જીવતા અને તબિયતે તંદુરસ્ત જીવન જીવતા રામબાઈની છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીની સારવાર ચાલુ હતી ત્યારે આજે સવારે અકળ કારણોસર મોત વ્હાલું કરી લીધું હોવાનું તેમના જ્યેષ્ઠ પુત્ર નારણભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement