રોકાણકારોને થાઈલેન્ડ-બેંગકોક ટ્રીપની લાલચ બતાવી સુરતના ગ્રુપનું લાખોનું ફુલેકુ

07 July 2021 04:28 PM
Surat
  • રોકાણકારોને થાઈલેન્ડ-બેંગકોક ટ્રીપની લાલચ બતાવી સુરતના ગ્રુપનું લાખોનું ફુલેકુ

સુરત તા.7
સુરતમાં ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી રોયલ વ્યુ એ.કે.ગ્રુપે લોકોને સાથે ઠગાઈ કરી છે. લાખો રૂપિયા પડાવી ગાયબ થઈ ગયા છે. રોકાણકારોને ભવ્ય રિસોર્ટમાં બોલાવી મીટીંગ ગોઠવી રૂપવાન યુવતીએ રોકાણકારોને આકર્ષવા પ્રેઝન્ટેશન આપ્યુ ત્યારબાદ થાઈલેન્ડ-બેંગકોકની ટ્રીપથી લાલચ આપી રોકાણ કરાવી કૌભાંડ આચર્યુ. અંદાજીત 15 જેટલા રોકાણકારો સાથે છેતરપીંડી કરનાર ગ્રુપની સંચાલક અલ્પેશ કિડેચા નામના શખ્સો સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ છે. અલ્પેશ કિડેચા મીટીંગ યોજી લોકોને લોભામણી લાલચ આપી ફસાવતો હતો જેમાં કેટલીક રૂપવાન યુવતીઓને રાખતો હતો. એકના ડબલ કરી આપવાની સ્કીમ બતાવતા અને બીજા રોકાણકારો લાવી ચેઈન બનાવવાનું કહે તો ઈલેકટ્રોનીક બોર્ડ પર રૂપીયા ડબલ કઈ રીતે થાય તેમ જણાવી લલચાવતો રોકાણકારો લાલચમાં આવી બચત મૂડી આપી દેતા, કેટલાક મિત્રો ને રોકાણ કરાવી આજે વ્યાજ ચૂકવી રહ્યા છે તો કેટલાકે પરિવારોને અંધારામાં રાખી મકાન પર લોન લઈ આપઘાત પણ કરી લીધો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement