બોટાદ જિલ્લામાં કોરોના દરમ્યાન માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 14 અનાથ બાળકોની સહાય મંજૂર કરાઇ

08 July 2021 12:28 PM
Botad
  • બોટાદ જિલ્લામાં કોરોના દરમ્યાન માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 14 અનાથ બાળકોની સહાય મંજૂર કરાઇ
  • બોટાદ જિલ્લામાં કોરોના દરમ્યાન માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 14 અનાથ બાળકોની સહાય મંજૂર કરાઇ

બોટાદ તા.8
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે "મુખ્યમંત્રી બાળ સેવા યોજના" ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી માર્ચ-2020 પછી કોરોના મહામારી સમય દરમ્યાન જે બાળકોના માતા-પિતા અવસાન પામેલ છે. તે અનાથ બાળકો માટેની અમલી બનેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના લોન્ચ કરી. જેમાં 750 જેટલા બાળકોને ઊ-પેમેન્ટ દ્વારા ગાંધીનગરથી દરેક બાળકના બેન્ક ખાતામાં રૂપિયા 4000/-(ચાર હજાર પુરા) સહાય આપવામાં આવી.જેમાં બોટાદ જિલ્લાનાં પણ કુલ 14 બાળકોને 18 વર્ષ સુધી સહાય આપવામાં આવશે.

રાજયના દરેક અનાથ બાળકો માટે સરકાર હંમેશા તત્પર છે.કોરોના સમયગાળામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે.આ યોજના અંતર્ગત જે બાળકના માતા-પિતા બંને કોરોના સમયગાળા દરમ્યાન (કોરોના સમયગાળો એટલે કે માર્ચ-2020થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળો) અવસાન પામ્યા હોય તેમના નિરાધાર બાળકોને આ યોજનામાં માસિક રૂ.4000/- ની સહાય બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર છે.બાળક જે માસમાં અનાથ થયું હોય તે માસથી આ સહાય મળવાપાત્ર છે. આ યોજનામાં અરજદારની આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય સહાય મળવાપાત્ર છે.

કાર્યકમમાં જિલ્લા કલેકટર કચેરી,વિડીયો કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને કુલ-14 બાળકોને સહાય આદેશ અને કીટ વિતરણ કરવામાં આવેલ કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણી, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, રાજેશ્રીબેન વોરા,બાળ કલ્યાણ સમિતિના ચેરમેન પિયુશભાઇ શાહ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય ડો.જી.વી.કળથીયા, નિરૂબેન ત્રાસડીયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહ, બાળ સુરક્ષા અધિકારી એલ.એલ.ડવ, બાળ કલ્યાણ સમિતિ સભ્યઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી જી.આર.મેર અને જે.જી.કારેલીયા તથા અનાથ બાળકો અને તેમના પાલક વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.


Loading...
Advertisement