રસીના બન્ને ડોઝ લીધા હોય તો ફેંફસાને નુકશાન થતુ નથી

09 July 2021 11:51 AM
Health India Top News
  • રસીના બન્ને ડોઝ લીધા હોય તો ફેંફસાને નુકશાન થતુ નથી

તેલંગણાનાં મેડીકલ કોલેજના પ્રોફેસરોનો દાવો: માત્ર 12 ટકા લોકોના જ રસી બાદ ફેંફસા અસરગ્રસ્ત થયા

નવી દિલ્હી તા.9
કોરોનાની રસીનાં બન્ને ડોઝ લઈ ચુકેલા લોકો માટે રાહતનાં સમાચાર છે. એક શોધમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેઓના ફેફસાને કોરોના વાયરસથી નુકશાન થશે નહિં.

તેલંગણાનાં નિઝામાબાદ હોસ્પીટલના શોધકર્તાઓએ આ દાવો કરતાં કહ્યું છે કે સંશોધન માટે 206 કોરોના દર્દીઓના સીટી સ્કેનનો અભ્યાસ કરાયો હતો જેના પરીણામે જાણવા મળ્યુ છે કે સામાન્ય લોકોની તુલનામાં રસીના બન્ને ડોઝ લઈ ચુકેલા માત્ર 12 ટકા લોકોમાં જ ફેફસા સંક્રમીત જોવા મળ્યા હતા. જયારે રસી ન લેનારા 88 ટકા લોકોને કોરોનાથી ફેફસા અસરગ્રસ્ત થયા હતા.

જેથી સંશોધન બાદ શોધકર્તાએ જણાવ્યું હતું કે રસી સંક્રમીણ થવાથી 100 ટકા સુરક્ષા પ્રદાન નથી કરતી પરંતુ જે લોકો સંક્રમીત થયા હોય તેને ગંભીર થવાથી બચાવે છે આ શોધ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ હેલ્થ એન્ડ કિલનીકલ રીસર્ચમાં પ્રકાશીત થઈ હતી. જેને એસો.પ્રોફેસર્સ ડો.પી.મધુ, ડી.ડી.સંતોષ, ડો.કિરણ માધલાએ કરી છે.


Related News

Loading...
Advertisement