ન્યુઝીલેન્ડનાં વિખ્યાત યુ ટયુબર કોર્લ રોક પર 1 વર્ષ ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ

10 July 2021 04:44 PM
India Woman
  • ન્યુઝીલેન્ડનાં વિખ્યાત યુ ટયુબર કોર્લ રોક પર 1 વર્ષ ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હી તા.10
ભારત સરકારે ન્યુઝીલેન્ડનાં જાણીતા યુટયુબર કોર્લ રોકને વીઝા માપદંડોનાં પાલન ન કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધીત કરાયા છે. કાર્લ રોક પર ટુરીસ્ટ વીઝાના નામે કારોબાર કરવાનો આરોપ છે. જેને પગલે સરકારે એક વર્ષ માટે તેમનું નામ બ્લેકલિસ્ટમાં નાખી દીધું છે. કોર્લ રોકનાં લગ્ન ભારતમાં થયા હોવાથી તેઓ અહીં આવતા જતા રહે છે. જો કે, કોર્લ આ બાબતે ન્યુઝીલેન્ડનાં પીએમને ટવીટરમાં ટેગ કરી ટવીટ કરી છે કે, ભારતે મને દિલ્હીમાં મારી પત્ની અને પરિવારથી અલગ કરી પ્રવેશ પર પ્રતિબંધ મુકયો છે તેમજ 1 વર્ષ માટે મને બ્લેકલિસ્ટ કર્યો છે જેનાં કારણો બાબતે પણ મને જાણ કરાઈ નથી.


Related News

Loading...
Advertisement