સુરતને ૧૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ : આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન - લોકાર્પણો

11 July 2021 12:04 AM
Surat Gujarat
  • સુરતને ૧૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ : આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન - લોકાર્પણો

વિજયભાઈ ડાયમંડ બ્રૂઝની મુલાકાત લેશે, પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલના પુસ્તકનું વિમોચન કરશે :ઉમરા-પાલ બ્રિજનું ઉદ્ઘાટન, આવાસો, સ્યુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

સુરત:
આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત મહાનગરમાં હાથ ધરાયેલા ૧૨૮૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ નગરજનોને આપવા સુરતની મુલાકાત લેશે. તેઓ સુરતમાં નિર્માણ થઈ રહેલા ડાયમંડ બ્રુસની મુલાકાત લઈને તેમના સુરત પ્રવાસનો આરંભ કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓના ૪૩૧૧ EWS આવાસોની ચાવી લાભાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અર્પણ કરશે. આ આવાસો ૩૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. મુખ્યમંત્રી આ સાથે જ સુરત મહાનગરમાં શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિના અન્ય કામો પણ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાનારા સમારોહમાં સુરતવાસીઓને ભેટ ધરશે.

BRTS-2 અન્વયે ઉમરા-પાલ વિસ્તારને જોડતો રૂ.૮૯.૯૯ કરોડનો નવો બ્રિજ તાપી નદી પર નિર્માણ થયો છે તે અને ભારત સરકારની અમૃત યોજના અંતર્ગત સુરત મહાનગરમાં વિવિધ સ્યુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને તેના વિસ્તૃતિકરણના કામો ૬૮૫ કરોડના ખર્ચે હાથ ધરાયા છે તે પણ સુરતવાસીઓની સેવામાં મુકાશે.

રૂ. ૧૨૯.૭૬ કરોડના ૧૮૬૫ આવાસો અને સુડા દ્વારા ૬૭.૬૧ કરોડના કુલ ૧૬૮૯ આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ આ અવસરે કરવાના છે. સાથોસાથ સીએમ રાજ્યના પૂર્વ મંત્રી નરોત્તમભાઇ પટેલના જીવન-કવનના પુસ્તક ‘અંતરના ઝરૂખે’થીનું વિમોચન પણ કરવાના છે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ, આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણી તેમજ સુરત શહેરના ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.


Related News

Loading...
Advertisement
Advertisement