સાળંગપુર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળે શીશ ઝુકાવ્યું

11 July 2021 12:20 AM
Botad Gujarat Saurashtra
  • સાળંગપુર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળે શીશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી

સાળંગપુર :
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ દર્શન કરી સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજની સમાધિના પણ દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી હતી.
આ અવસરે નારાયણમુની સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘનશ્યામપ્રિય સ્વામી તેમજ અન્ય સંતગણ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલ, રાજકોટના ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related News

Loading...
Advertisement