વડોદરામાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગરની જૈન યુવતી સહિત બે વિદ્યાર્થીનાં મહી નદીમાં ડુબી જતા મોત

12 July 2021 12:23 PM
Vadodara
  • વડોદરામાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગરની જૈન યુવતી સહિત બે વિદ્યાર્થીનાં મહી નદીમાં ડુબી જતા મોત

મરનાર યુવતી સુરેન્દ્રનગરનાં જીનતાન રોડ ઉપર રહે છે

વઢવાણ તા.12
વડોદરા ખાતે એસ.એસ.જી. હોસ્પિટલ એન્ડ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગરની જૈન યુવતિ સહીત બે વિદ્યાર્થીના મહી નદીમાં ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.

બરોડા એસ.એસ.જી. મેડીકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બાર તબીબી વિદ્યાર્થીઓનું ગ્રુપ વહેલી સવારે સાવલી તાલુકાના લાંછનપુર ગામ પાસે મહિ નદીના કિનારે પીકનીક મનાવવા ગયુ હતુ.! કેટલાક વિદ્યાર્થીઓ નદીમાં નહાવા પડયા હતા.

જેમાં સુરેન્દ્રનગરની સિધ્ધિ નિમેષભાઈ શાહ નામની વીસ વર્ષની યુવતી તથા સુરતનો અમોઘ ગોયલ સહિત બે યુવકો ઉંડા પાણીમાં તણાયા હતા. સ્થાનીક તરવૈયાઓએ એક વિદ્યાર્થીને બચાવી લીધો હતો જયારે સિધ્ધિ શાહ અને અમોઘ ગોયલને કલાકની જહેમત બાદ બહાર કઢાયા હતા.

બન્નેને ગંભીર હાલતમાં વડોદરા સયાજી હોસ્પીટલમાં લઈ જવાયા હતા ત્યારે રસ્તામાં જ બન્નેના મોત નિપજેલ હતા. મહિસાગર નદીનો પટ જોખમી હોવાથી કોઈને ઉંડા પાણીમાં ન જવાની ચેતવણી આપતા બોર્ડ લગાવાયેલ છે છતાં લોકો અવિચારી પણે પાણીમાં જતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,

આ બનાવમાં મરનાર યુવતી સિધ્ધિ શાહ સુરેન્દ્રનગરના દેવ દર્શન ફલેટ, જીનતાન રોડ, ઉપર રહે છે. તેની બહેન પણ તબીબી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળે છે. આજે સવારે તેની અંતિમયાત્રા નિકળશે તેમ જાણવા મળે છે.


Loading...
Advertisement