ગઢડામાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા : રૂટના માર્ગો પર કફર્યુ : પોલીસ દ્વારા ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કરાયું

12 July 2021 12:37 PM
Botad
  • ગઢડામાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા : રૂટના માર્ગો પર કફર્યુ : પોલીસ દ્વારા ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કરાયું
  • ગઢડામાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા : રૂટના માર્ગો પર કફર્યુ : પોલીસ દ્વારા ફલેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ કરાયું

બોટાદ તા.12
ગઢડા શહેર ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ તથા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્રારા આજે તા.12ના રોજ ગઢડા શહેરમાં ભગવાન જગન્નાથજી મહારાજની રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતીપુર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે

તે સારૂ આજરોજ ગઢડા ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી તથા ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.બી.કરમટીયા તથા પીઆઇએસ આર.કે.પ્રજાપતિ તથા પીએસઆઇ શ્રીમતિ એચ.એલ.જોષી તથા કયુ.આર.ટી. પીએસઆઇ ડી.ડી.પરમાર તથા રીર્ઝવ પીએસઆઇ એ.જી.મકવાણા તથા પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો તથા જી.આર.ડી. જવાનો તથા ટી.આર.બી જવાનો સાથે મળી કુલ 108 પોલીસ સ્ટાફ દ્રારા ગઢડા શહેરમાં અંબાજીચોક થી નીકળનાર રથયાત્રાના સવા બે કિલોમીટરના સમગ્ર રૂટ જેમાં વાઢાળા ચોક, માણેક ચોક, મેઈન બજાર, સ્વામિનારાયણ મંદિર, બોટાદ ઝાંપા, હાઈસ્કુલ ચાર રસ્તા, મોહનભાઇનુ પુતળુ, જીનનાંકા થી અંબાજીચોક સુધીના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.

રથયાત્રાના ઉપર મુજબના રૂટની તમામ દુકાનો આવતીકાલે રથયાત્રા દરમ્યાન બંધ રાખી રૂટ ઉપર બપોરના કલાક-1 વાગ્યાથી સાંજના કલાક 5 સુધી કર્ફ્યુનો ચુસ્ત અમલ કરવા લોકોને અપિલ કરવામાં આવે છે. ગઢડા શહેર રથયાત્રા સમિતિ દ્રારા હાલમાં કોરોના વાયરસની મહામારી સંદર્ભે ભગવાન જગન્નાથજીના લોકોને રૂબરૂ દર્શન બંધ રાખવામાં આવેલ છે અને ઘરે બેઠા જ સોશ્યલ મિડીયા તથા લાઈવ પ્રસારણ, યુ ટ્યુબ મારફત લાઈવ દર્શનનો લહાવો લેવા અપિલ કરાઇ છે.


Loading...
Advertisement