પૂર્વ મંત્રી નરોત્તમભાઇ પટેલનાં પુસ્તકનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે વિમોચન

13 July 2021 06:24 PM
Surat Gujarat
  • પૂર્વ મંત્રી નરોત્તમભાઇ પટેલનાં પુસ્તકનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે વિમોચન
  • પૂર્વ મંત્રી નરોત્તમભાઇ પટેલનાં પુસ્તકનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે વિમોચન

નરોત્તમભાઇએ સત્તા માટે નહી જનસેવા માટે જીવન જીવી યુવાનો માટે પ્રેરણા બન્યા : મુખ્યમંત્રી

સુરત તા.13
‘નરોત્તમકાકા’ના હુલામણા નામથી જાણીતા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક ’અંતરના ઝરૂખેથી’નું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે કરાયું હતું. નરોત્તમભાઈના 86મા જન્મદિને વીર નર્મદ યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે આયોજિત મુખ્ય વિમોચન સમારોહ સહિત રાજ્યના આઠ વિવિધ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વ્યક્તિ જીવન જીવવાનો આનંદ માણતો હોય છે. અમુક નિવૃત્ત વડીલો રોદણાં રડતાં હોય છે અને જીવનની અનેકવિધ ફરિયાદોથી બળાપો વ્યકત કરતાં હોય છે, ત્યારે 18 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી ઊર્જા અને સ્ફૂર્તિ ધરાવતાં ’નરોત્તમકાકા’એ જીવનના આઠમાં દાયકામાં પુસ્તક લખીને સમાજને પ્રેરણાદાયી ભાથું આપવાનો પ્રયાસ કર્યો છે. ‘નરોત્તમકાકા’ એન્જિનિયર, કોન્ટ્રાકટર, શિક્ષક અને રાજકારણી એમ બહુમુખી પ્રતિભાના ધની છે. 1980ની શરૂઆતમાં એન્જિનિયર તરીકેની સારા વેતનવાળી કારકિર્દીનો ત્યાગ કરી ઘણી સમાજસેવા માટે જાતને સમર્પિત કરી હતી. સત્તા માટે નહીં,


Related News

Loading...
Advertisement