ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં આંખો સુકાઈ જવા સહિતના રોગોનો ખતરો ત્રણ ગણો વધ્યો

14 July 2021 11:08 AM
Education India Technology Top News
  • ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં આંખો સુકાઈ જવા સહિતના રોગોનો ખતરો ત્રણ ગણો વધ્યો

જીએસવીએમ મેડિકલ કોલેજ નેત્રરોગ વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ

ટેસ્ટ બાદ 192 બાળકોનું વિઝન ધુંધળુ બન્યાનો ખુલાસો

કાનપુર તા.14
કોરોના કાળમાં ઓનલાઈન ભણતર બાળકોની આંખોની રોશની માટે મોટી સમસ્યા બની ગયુ છે. સતત સ્ક્રીન જોવાથી બાળકોની આંખો સુકાવા લાગી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે સ્થિતિ વધારે ચિંતાજનક છે.

સતત લેપટોપ કે મોબાઈલ પર ભણતરથી ગત સંક્રમણ કાળમાં બાળકોની આંખો સુકાવાનો સમય 6 કલાક રહેતો હતો જે હવે ઘટીને ત્રણ કલાક જ રહી ગયો છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન બાળકો અને કિશોરોમાં ડીજીટલ આઈ સ્ટ્રેન બીમારીનો ખતરો ત્રણ ગણો વધી ગયો છે. દરરોજ વધી રહેલા ગ્રાફથી ડોકટર પણ ચિંતીત છે.

જીએસવીએમ મેડીકલ કોલેજ નેત્રરોગ વિભાગે બાળકોની આંખોની સમસ્યાને લઈને જે રીપોર્ટ તૈયાર કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. ટેસ્ટ બાદ 192 બાળકો અને કિશોરોમાં ધુંધળુ વિઝન બહાર આવ્યા બાદ ડોકટરોએ તેને ખતરાની ઘંટડી માન્યુ છે. બીજી લહેર પહેલા નેત્ર વિભાગમાં બે-ત્રણ બાળકો જ આઈ સ્ટ્રેનનાં આવતા હતા પણ હવે ડોકટરો પણ ચિંતીત છે.

શું છે ડિઝીટલ આઈ સ્ટ્રેન?
તેને કોમ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ કહી શકાય છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર, ટેબલેટ, ઈ-રિડર, અને સ્માર્ટ ફોનના ઉપયોગથી આંખોમાં ભીનાશ ખતમ થાય છે.પ્રારંભિક લક્ષણોમાં આંખોમાં તણાવથી દુ:ખાવો અને વારંવાર ધુંધળાપણાની તકલીફ થાય છે. ત્યારબાદ માથામાં દુ:ખાવો, આંખો સૂકાવી, વારંવાર પાણી નિકળવુ, ગર્દન, પીઠ અને ખભામાં દર્દ થવા લાગે છે.

બચવા માટે આટલુ કરો
કોમ્પ્યુટર સ્ક્રીન પર એન્ટી ગ્લેર ચશ્માનો ઉપયોગ કરો સ્ક્રીનને આંખોના લેવલથી 20 ડીગ્રી નીચે રાખો. દર બે કલાક બાદ 15 મીનીટ માટે આંખોને આરામ આપો. 20 મીનીટ બાદ 20 સેક્ધડનો બ્રેક લો.


Related News

Loading...
Advertisement