વોટસએપ સંદેશાનું પુરાવા તરીકે કોઈ કાનુની મૂલ્ય નથી: સુપ્રીમ

15 July 2021 10:59 AM
India Technology
  • વોટસએપ સંદેશાનું પુરાવા તરીકે કોઈ કાનુની મૂલ્ય નથી: સુપ્રીમ

મેસેજીંગ એપ લોકપ્રિય પણ તેથી વિશ્વસનીયતા સાબીત થતી નથી

સોશ્યલ મીડીયામાં કોઈપણ સંદેશા લખી શકાય છે ડીલીટ કરી શકાય છે: દિલ્હીમાં કોન્ટ્રાકટ વિવાદમાં મહત્વનું તારણ

નવી દિલ્હી:
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં સોશ્યલ મીડીયા અને ખાસ કરીને વોટસએપ પરના સંદેશા (મેસેજ-ચેટ)ને કાનુની પુરાવા તરીકે માન્ય રાખવાનો ઈન્કાર કરી દીધો છે. બીઝનેસ સહિતના ક્ષેત્રમાં સોશ્યલ મીડીયા વોટસએપના વધતા જતા ઉપયોગમાં સ્પષ્ટ કાનુની મર્યાદા નિશ્ચીત કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતા માપવાનું સાધન બની શકે નહી.

સોશ્યલ મીડીયા પર એકસચેંજ થતા સંદેશાએ કોઈ કાનુની પુરાવા તરીકેનું મુલ્ય ધરાવતા નથી અને તેના ખાસ કરીને વ્યાપારી કરારમાં આ પ્રકારના સંદેશાઓના આધારે કોઈને બંધનકર્તા ગણી શકાય નહી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રામન્નાની ખંડપીઠે સીધો પ્રશ્ર્ન પુછયો કે આજકાલના સમયમાં વોટસએપ મેસેજનું પુરાવા તરીકે મુલ્ય શું છે. કોઈપણ કોઈપણ પ્રકારના મેસેજ કરી શકે છે અને ડીલીટ પણ કરી શકે છે.

આપણે આ પ્રકારના પુરાવા પર આધારીત રહેવુ જોઈએ નહી. દિલ્હીમાં વેસ્ટ મટીરીયલમાં કચરો વિ. નું પરિવહન કરવાના એક કરાર દિલ્હી મ્યુનીસીપલ કોર્પોરેશન અને એટુઝેડ ઈન્ફ્રા સર્વિસ વચ્ચે થયા હતા અને કંપનીએ તેના પેટા કોન્ટ્રાકટ પણ આપ્યા હતા અને જે નાણા મહાપાલિકા તરફથી મળે તે એક એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવાની શરત હતી. પણ કોન્ટ્રાકટ કરારમાં વિવાદ થતા તેમાં લવાદ નિયમની માંગ હાઈકોર્ટમાં થઈ હતી.

આ વિવાદમાં એટુઝેડ ઈન્ફ્રા એક વોટસએપ મેસેજથી તેણે રૂા.8.18 કરોડ પેટા કોન્ટ્રાકટ કંપનીને પણ થવાના છે તે કબુલ કર્યુ હતું અને એક ઈમેલમાં જણાવ્યું હતું કે દિલ્હી મ્યુ. તરફથી નાણા મળે તે ઓસ્કો એકાઉન્ટમાં જમા કરાવાશે.

આ વિવાદમાં એટુઝેડ એ વોટસએપ મેસેજ બનાવટી ફેબ્રીકેટેડ હોવાનો દાવો કર્યો હતો જો કે હાઈકોર્ટે એટુઝેડને ચોકકસ રકમ એસ્કો એકાઉન્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો જેની સામે એટુઝેડ સુપ્રીમમાં જતા દલીલ કરી કે કરાર ટર્મીનેટ થઈ ગયો છે પછી આ વિવાદ સર્જાયો છે તો પછી હાઈકોર્ટે દિલ્હી સરકાર તરફથી જે તમામ રકમ મળે તે શા માટે એસ્કો એકાઉન્ટમાં જમા કરાવવા કહી શકે! અને તો પછી અમારા કામદારોના પેમેન્ટનું શું.

હાઈકોર્ટ ફકત એક વોટસએપ મેસેજના આધારે જ કાર્યવાહી કરી શકે નહી જે મેસેજની કાનુની યોગ્યતા પણ નિશ્ચીત નથી. સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના ચુકાદાથી ખુદને અલગ કરી હતી અને જણાવ્યું કે કોન્ટ્રાકટ ટર્મીનેટ થયા બાદ નાણા એસ્કો એકાઉન્ટમાં જમા કરાવવા કહી શકાય નહી. હજુ ચાર્મીટરે ચુકાદો આપ્યો નથી ત્યાં જ હાઈકોર્ટ આ આદેશ આપી શકી નથી અને સૌથી મહત્વનું વોટસએપ પરના સંદેશાઓ કાનુની પુરાવા તરીકે માન્ય નથી તેથી તેના આધારે કોઈને દંડીત કરી શકાય નહી.


Related News

Loading...
Advertisement