સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સીધુ દૌર: ટિવટર પાસેથી જાણકારી મેળવવામાં ભારત પ્રથમ

15 July 2021 11:45 AM
India Technology
  • સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સીધુ દૌર: ટિવટર પાસેથી જાણકારી મેળવવામાં ભારત પ્રથમ

કાનુની જોગવાઈ બાદની કડક કાર્યવાહી

નવી દિલ્હી તા.15
સરકાર અને ટવીટર વચ્ચેનો વિવાદ હજુ ગરમાયેલો જ છે ત્યાં ટવીટરે એક નવો રિપોર્ટ રજુ કર્યો છે જે મુજબ ગયા વર્ષે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે સરકારે ટિવટર પાસેથી સૌથી વધુ એકાઉન્ટસ બાબતની માહિતી મંગાવી હતી. વિશ્વભરમાં આ પ્રકારની માહિતી મેળવવામાં ભારતનો 25 ટકા ભાગ છે.

ટવીટરે જણાવ્યું કે, ભારત સામગ્રી એટલે કે ક્ધટેન હટાવવાની કાયદાકીય માંગ સાથે જાપાન બાદ બીજા સ્થાને છે. ટવીટર દર વર્ષે બે વખત આ પ્રકારનાં રિપોર્ટ જાહેર કરે છે. ટવીટરે જણાવ્યું કે, વિશ્વભરની સરકારો પાસેથી એકાઉન્ટની જાણકારી બાબતે મળેલા અનુરોધમાં માઈક્રો બ્લોગીંગ સાઈટ દ્વારા આશરે 70 ટકા અનુરોધોના જવાબ માં કેટલીક અથવા સંપૂર્ણ સૂચના આપવામાં આવી હતી.

જો કે કંપનીએ જણાવ્યું કે, સરકારે મંગાવેલી સૂચનાઓની બાબતે ભારત સૌથી આગળ છે ત્યારબાદ અમેરિકા છે. ભારત સરકારે બનાવેલા આઈટીનાં નવા નિયમોનાં પાલન ન કરવા માટે ટિવટર પહેલેથી જ સરકારનાં નિશાના પર છે ત્યારે અનેકવાર અજુગતુ કન્ટેન્ટ રજુ કરવા બદલ સરકાર ટવીટર પાસેથી જે તે એકાઉન્ટની માહિતી મેળવે છે. રિપોર્ટ મુજબ જુલાઈથી ડીસેમ્બર સુધીમા ટવીટરને 131933 ખાતાની સામગ્રીને હટાવવા 38524 કાયદાકીય માંગ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement