સુરતના મ્યુનિસિપલ કમીશ્નર બંછાનીધિ પાનીનો જન્મદિન

15 July 2021 12:02 PM
Surat
  • સુરતના મ્યુનિસિપલ કમીશ્નર બંછાનીધિ પાનીનો જન્મદિન

રાજકોટ તા.15
સુરતના મ્યુનિ.કમી. શ્રી બંછાનીધી પાનીનો આજે જન્મદિવસ છે. રાજકોટમાં પણ સ્માર્ટ સીટીનાં પ્રોજેકટનાં પ્રારંભ સહિતના મહત્વના કામો કરનાર બંછાનીધી પાનીએ સુરતમાં કોરોના સામેની લડાઈની મહત્વની કામગીરી કરી છે તેમનો જન્મ તા.15-7-1976 ના રોજ ઓડીસામાં થયો હતો. 2005 માં આઈએએસ અધિકારીનું પ્રથમ પોસ્ટીંગ થયુ હતું. રાજકોટમાં સ્માર્ટ સીટીના પ્લાનીંગમાં તેમનું યોગદાન મહત્વનું હતું. આ યાદગાર કામગીરીની નોંધ લઈ તેમને સુરત મહાનગરમાં કમિ.તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. આજે તેમના જન્મદિને તેમની કાબીલેદાદ કામગીરી બદલ શુભેચ્છા વર્ષા થઈ રહી છે.


Loading...
Advertisement