વ્હોટસએપએ 20 લાખ ભારતીય એકાઉન્ટસ બંધ કર્યા

16 July 2021 11:39 AM
India Technology
  • વ્હોટસએપએ 20 લાખ ભારતીય એકાઉન્ટસ બંધ કર્યા

હેકીંગ અને ખોટા પ્રોફાઈલવાળી 646 ફરીયાદો

નવી દિલ્હી તા.16
મેસેજીંગ એપ.વ્હોટસએપે આ વર્ષે 15 મેથી 15 જુન વચ્ચે 20 લાખ અનિચ્છનીય ભારતીય એકાઉન્ટસ બંધ કરી દીધા છે. આ દરમ્યાન તેમને ફરીયાદોની 345 રીપોર્ટ મળી છે. કંપનીએ આ માહીતી તેના પહેલા માસીક પાલન અહેવાલમાં આપી છે.

વોટસએપએ ગુરૂવારે જારી કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે અમારૂ ધ્યાન ખાતાઓને મોટાપાયે નુકશાનકારક અથવા અનિચ્છનીય સંદેશા મોકલતા અટકાવવાનું છે. આવા સંદેશા મોકલેલા ખાતાઓને ઓળખવા માટે અમે અધ્યતન ક્ષમતાઓ જાળવી રહ્યા છીએ. માત્ર ભારતમાં 20 લાખ અકાઉન્ટસ બંધ કર્યા છે. કંપનીએ કહ્યું કે 95 ટકાથી વધુ પ્રતિબંધો સ્વચાલીત અથવા બલ્ક મેસેજીંગનાં અનધિકૃત ઉપયોગનાં કારણે લગાવવામાં આવ્યા છે.

2019 થી પ્રતિબંધીત ખાતાઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે તેની સીસ્ટમ અપગ્રેડ કરવામા આવી છે. વોટસએપ દર મહિને વિશ્વભરમાં લગભગ 80 લાખ એકાઉન્ટસ પર રોક લગાવી રહ્યું છે. ફેસબુકે પોતાના અનુપાલન રિપોર્ટમાં જણાવ્યું કે તેને 15 મેથી 15 જુન દરમ્યાન ભારતમાં ફરીયાદોની 646 ફરીયાદો મળી છે, તેમાંથી 363 નો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ફરીયાદ ટીખળ હેકીંગ, નગ્નતા અને નકલી પ્રોફાઈલ જેવી કેટેગરીની છે.


Related News

Loading...
Advertisement