ભારતીય પ્રવાસીઓ માટે વધુ એક ફેવરીટ સ્થળ ખુલ્યું: માલદીવ્ઝ જઈ શકાશે

16 July 2021 11:41 AM
India Travel
  • ભારતીય પ્રવાસીઓ માટે વધુ એક ફેવરીટ સ્થળ ખુલ્યું: માલદીવ્ઝ જઈ શકાશે

માલદીવ્ઝ તા.16
આજથી માલદીવ્ઝ દક્ષિણ એશીયાનાં દેશો માટે ખોલવામાં આવ્યું છે જેથી હવે પ્રવાસનાં શોખીન ભારતીય માલદીવ્ઝની સફર માણી શકશે. આ બાબતે માલદિવ્ઝનાં પ્રમૂખે ગયા મહિને જાહેરાત કર્યા બાદ હજે પ્રવાસીઓને છૂટ આપવામાં આવી છે. માલદીવ્ઝ મીનીસ્ટ્રી તરીકે ત્તુરીઝમ અનુસાર હવે દેશમાં પ્રવેશતાં મુસાફરોને કવોરન્ટાઈન થવાની જરૂર નથી. જોકે દેશમાં આવતા પહેલા 96 કલાકથી ઓછા સમય પૂર્વે કરાવેલો કોવીડ 19 નો આરટીપીસીઆર નેગેટીવ રીપોર્ટ ફરજીયાત છે. માલદીવ્ઝ ખાતે મુસાફરી કરતાં બે અઠવાડીયા પહેલા રસીનો બીજો ડોઝ લેવો પડશે. રિપોર્ટમાં મળતી માહીતી મુજબ પ્રવાસીઓએ, દેશમાં જવા માટે કોન્ટ્રાકટ ટ્રેસીંગ એપ ટે્રસએકને ડાઉનલોડ કરવાની રહેશે તેમજ જાહેર સ્થળોએ ફરજીયાત ફેસ માસ્ક પહેરવાનો રહેશે માલદીવ્ઝ પહોંચવા 24 કલાક પૂર્વે ઈમીગ્રેશન પોર્ટલ પર હેલ્થ ડીકલેરેશન સબમીટ કરવુ પડશે. ભારતીય પ્રવાસીઓ પાસે ડીપાર્ચર પછીથી 1 મહિનાની વેલીડીટીવાળો પાસપોર્ટ હોવો જોઈએ સાથે જ વેલીડ રીટર્ન ટીકીટ પણ હોવી જોઈએ. ભારતની ગો ફર્સ્ટ ફલાઈટે જાહેરાત કરી છે કે તેઓ પોતાની ફલાઈટ શરૂ કરી રહ્યા છે. હાલ ચાર સીટીમાંથી દર અઠવાડીયે બે ફલાઈટ શરૂ થશે.


Related News

Loading...
Advertisement