બોટાદમાં ગટરના ગંદાપાણીથી લોકો ત્રાહીમામ: રોગચાળાનો ભય

16 July 2021 11:56 AM
Botad Budget 2020
  • બોટાદમાં ગટરના ગંદાપાણીથી લોકો ત્રાહીમામ: રોગચાળાનો ભય

બોટાદ શહેરના ભૈરવા ચોક, ચકલા ગેટ, રાવલ શેરી, જુના રામજી મંદીર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉપર તમામ વિસ્તારમાં ઉભરાઇ રહ્યા છે. વારંવાર રજુઆત કરવા છતા નગરપાલીકા સેનેટરી વિભાગના અધિકારીઓ સંભાળતા નથી. કોરોના હજી નાશ પામ્યો નથી. ગટરના ગંદા પાણીની દુગઁધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં આ ગટરના ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો શહેરમાં ઉઠ્યા છે.


Loading...
Advertisement