આવતા સપ્તાહથી ચોમાસુ જોર પકડશે

17 July 2021 11:00 AM
India
  • આવતા સપ્તાહથી ચોમાસુ જોર પકડશે

કેટલાક ભાગોમાં તોફાની વરસાદ થશે: જાનમાલને નુકશાનીની ચેતવણી

* ઉતર ભારતથી માંડીને મહારાષ્ટ્ર-કોંકણ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી તા.17
ભારતમાં નૈઋત્ય ચોમાસું એકાદ સપ્તાહથી સક્રિય થઈ ગયુ હોવા છતાં સાર્વત્રીક વરસાદ નથી અને કૃષિક્ષેત્ર પરનુ સંકટ સંપૂર્ણ દુર થયુ નથી ત્યારે આવતા સપ્તાહથી વરસાદનુ જોર વધવાની અને દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વ્યાપક પાણી વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ઉતરીય ભાગો સહીત દેશના અનેક ક્ષેત્રોમાં વરસાદનુ જોર ઘણુ વધી શકે છે. પંજાબ, હરીયાણા, પુર્વીય રાજસ્થાન તથા ઉતરીય રાજસ્થાનમાં 18 થી 20 જુલાઈ દરમ્યાન ભારે વરસાદ થવાની સંભાવના છે. પાટનગર દિલ્હીમાં આવતીકાલે તા.18 ના રોજ ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.ઉતર પ્રદેશમાં અમુક સ્થળે અતિભારે વરસાદ થઈ શકે છે. જમ્મુ તથા ઉતરાખંડમાં અમુક સ્થળે અતિભારે વરસાદ થઈ શકે છે જમ્મુ તથા ઉતરાખંડમાં પણ ભારે વરસાદ થવાની શકયતા છે.

આ સિવાય ગુજરાત, મધ્યપ્રદેશ, તથા દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન-આંધી તથા વિજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. જાનમાલને પણ નુકશાન થઈ શકવાની ચેતવણી આપવામાં આવી છે.પશ્ર્ચિમી કાંઠાના ભાગોમાં આવતા છ સાત દિવસ સતત વરસાદ થશે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં પણ ભારે વરસાદ થવાની શકયતા છે. હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement