ત્રીજી લહેર આવી ગઈ ! 11 દિ’માં બ્રિટન-અમેરિકામાં બમણા, ઈન્ડોનેશિયામાં ત્રણ ગણા કેસ વધી ગયા

17 July 2021 11:55 AM
India
  • ત્રીજી લહેર આવી ગઈ ! 11 દિ’માં બ્રિટન-અમેરિકામાં બમણા, ઈન્ડોનેશિયામાં ત્રણ ગણા કેસ વધી ગયા

યુકેમાં 15 જાન્યુઆરી પછી દૈનિક કેસ 50 હજારને પાર: બ્રાઝીલમાં મોતનો આંકડો ડરામણો: રશિયામાં પણ ચિંતાજનક રીતે વધી રહેલા દર્દી: સ્પેન, ઈરાન, ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાએ ‘સ્પીડ’ પકડી

નવીદિલ્હી, તા.17
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાની ત્રીજી લહેર આવવાનું એલાન કરી દીધું છે. કોરોના સંક્રમણ અને મોતના આંકડા પરથી સમજી શકાય છે કે આ લહેર કેવી રીતે આવી રહી છે અને કયા દેશમાં તેની અસર જોવા મળવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ ઈન્ડોનેશિયામાં જોવા મળી રહ્યા છે. આવી જ સ્થિતિ અમેરિકાની પણ છે કેમ કે અહીં પાછલા 25 દિવસમાં નવા કેસમાં 350% ટકાનો ઉછાળો થયો છે તો વેક્સિનેશન પણ ઘટી રહ્યું છે.

ઈન્ડોનેશિયા અત્યારે કોરોના કેસોમાં એશિયાનું એપી સેન્ટર બનેલું છે તો સ્પેનમાં મહામારી દરમિયાન પહેલી વખત એક દિવસમાં 31060 કેસ મળ્યા છે. ત્રીજી લહેરના ખતરા વચ્ચે દુનિયાના પાંચમા સૌથી સંક્રમિત દેશ રશિયામાં અડધાથી વધુ વસતી વેક્સિન લેવા માટે તૈયાર નથી. બ્રિટને ખુદને ત્રીજી લહેરથી બચાવવા માટે ફ્રાન્સને રેડ લિસ્ટમાં મુકવા જઈ રહ્યું છે.

અમેરિકાના 50 રાજ્યોમાંથી 19 રાજ્યોમાં જૂના કેસોની તુલનામાં કોરોનાના બમણા કેસ સામે આવી રહ્યા છે. અહીં પાછલા 25 દિવસમાં સંક્રમણના નવા કેસમાં 350%નો વધારો નોંધાયો છે. સાવધાની રાખતાં દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ઘરની અંદર પણ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાનું છે. અહીં 16 જૂને જ માસ્ક પહેરવામાં છૂટ આપી દેવાઈ હતી. જો કે હવે આ છૂટ પરત ખેંચી લેવાઈ છે.

છેલ્લા 24 કલાકમાં જે દેશોમાં સૌથી વધુ કેસ-મૃત્યુ નોંધાયા છે તેના પર એક નજર કરીએ તો યુકેમાં 51870 કેસ, 49ના મોત, અમેરિકામાં 40529 કેસ, 293ના મોત, બ્રાઝીલમાં 45591 કેસ, 1450ના મોત, રશિયામાં 25704 કેસ, 799ના મોત, ઈન્ડોનેશિયામાં 54000 કેસ, 1205 મોત, સ્પેનમાં 31060 કેસ, 12ના મોત, ઈરાનમાં 21885 કેસ, 199 મોત અને ફ્રાન્સમાં 10908 કેસ તો 22 દર્દી મોતને ભેટ્યા છે. આ સાથે જ 24 કલાકમાં દુનિયામાં 5,62,570 કેસ મળી આવ્યા છે તો 8653 દર્દીના મોત નિપજ્યા છે.

મ્યાનમારમાં ડેલ્ટા વેરિયેન્ટનો કોહરામ: મૃત્યુદરમાં વધારો, ઑક્સિજનની જોરદાર અછત
મ્યાનમારમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. દેશમાં કોવિડ-19નો ડેલ્ટા વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાની નવી લહેરને પગલે દૈનિક મોતમાં પણ વધારો છે. સંક્રમણના આંકડામાં વધારો થતાં સરકાર ચિંતીત બની છે તો લોકો પણ થરથર ધ્રુજી રહ્યા છે. દર્દીઓની વધી રહેલી સંખ્યા વચ્ચે ઑક્સિજન સપ્લાય ઘઘટી જવા પામી છે અને અત્યારે સિલીન્ડર લેવામાટે ઠેર ઠેર લાઈનો લાગી ગઈ છે. દેશના સૌથી મોટા શહેર યાંગૂનમાં કોરોના કેસમાં ભારે વધારો થયો છે. કોરોનાને કારણે દૈનિક મોતમાં પણ વધારો થયો છે અને હવે દરરોજ 200થી વધુ મોત થઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement