આવતીકાલે ભારતનો પ્રથમ વન-ડે મુકાબલો શ્રીલંકાની ધરતી પર શ્રીલંકા સામે : ભારત શ્રેષ્ઠ દેખાવ માટે આશાવાદી

17 July 2021 01:04 PM
India Sports
  • આવતીકાલે ભારતનો પ્રથમ વન-ડે મુકાબલો શ્રીલંકાની ધરતી પર શ્રીલંકા સામે : ભારત શ્રેષ્ઠ દેખાવ માટે આશાવાદી

બંને દેશો વચ્ચે કુલ 165 વન-ડે રમાઇ છે : ભારતે 91 અને શ્રીલંકાએ પ6 મેચો જીતી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી વન-ડે શ્રેણીની પ્રથમ મેચથી શરૂઆત થવા જઇ રહી છે. ભારતીય સિનીયર ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે હોવાથી શ્રીલંકા સામે ભારતની ‘બી’ ટીમ મેદાનમાં ઉતરશે, જેનું નેતૃત્વ ભારતનાં અનુભવી ઓપનર શિખર ધવનને સોંપવામાં આવ્યું છે. મોટી ઉંમરે સુકાની બનવાનો પણ કીર્તિમાન નોંધાવશે વન-ડે શ્રેણી 18મી જુલાઇથી શરૂ થશે ત્યારબાદ 3 ટી-20ની શ્રેણી રખાશે.

શિખર ધવનની ટીમમાં ઉપસુકાની તરીકે ભુવનેશ્ર્વર કુમારની પસંદગી કરાઇ છે. જયારે શ્રીલંકા વિરૂદ્ધ આ શ્રેણીમાં રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે ટીમ સાથે રહેશે. આ શ્રેણીમાં દેવદત પડીકલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા જેવા અનેક નવ યુવાન ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં જબરદસ્ત દેખાવ કરનારા ખેલાડીઓ શ્રીલંકા સામેની શ્રેણીમાં સારો દેખાવ કરવાની આશા રાખે છે. ભારતીય ટીમ પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વન-ડે મેચ જીતનારી વિશ્ર્વની પ્રથમ ટીમ બનવાની ઉતમ તક પણ રહેલી છે. અત્યાર સુધી વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકાને સૌથી વધુ 9ર વન-ડે મેચોમાં પરાજીત કર્યુ છે. ત્યારબાદ ભારતની ટીમ બીજા ક્રમે છે. ભારતે 91 વિજય મેળવવાની સાથે પાકિસ્તાન પછીનો ક્રમ ધરાવે છે અને તેથી જ ભારત શ્રીલંકા સામેની 3 વન-ડે મેચો જીતીને પાકિસ્તાનને પછાડવા આશાવાદી છે.

ભારતે અત્યાર સુધી શ્રીલંકા સામે કુલ 1પ9 મેચો રમી છે. તે સામે પાકિસ્તાનની ટીમે 1પપ વન-ડે રમી છે. શ્રીલંકાને સૌથી વધુ વખત એના હોમ ગ્રાઉન્ડમાં પરાજીત કરવાનો વિક્રમ પણ ભારતના નામે અંકિત થયેલો છે. ભારતીય ટીમે 61 વન-ડે શ્રીલંકાની ધરતી પર રમ્યા છે. જેમાંથી ભારતે 28 વન-ડેમાં શ્રીલંકાને પરાજીત કરવાની સિધ્ધિ નોંધાવી છે.

નવોદિત ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમ શ્રીલંકાને તેની જ ધરતી પર વન-ડે તેમજ ટી-20 શ્રેણીમાં પરાજીત કરવા ઇચ્છુક છે પૃથ્વી શો પાસેથી શતકિય ઇનિંગ્ઝની પૂરેપુરી અપેક્ષા છે. ઉપરાંત શિખર ધવન પણ સારા એવા ફોર્મમાં ચાલી રહ્યો છે.

રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને આઇપીએલ એમ ચારેય સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કરી સૌનું ધ્યાન આકર્ષિત કરનાર ચેતન સાકરીયાની ટીમમાં પસંદગીને યથાર્થ સાબિત કરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે.

શ્રીલંકાની ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ખરાબ દેખાવ કર્યો છે જેનો પૂરેપૂરો ફાયદો ભારતીય ટીમ ઉઠાવી શકે તેમ છે.
શ્રીલંકાની ટીમે વન-ડેમાં 4ર8 મેચો હારવાનો વિક્રમ સર્જયો છે. અત્યાર સુધી 860 મેચો રમીને 390 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યા છે.
અત્યાર સુધી બંને દેશો વચ્ચે 16પ વન-ડે રમાઇ છે. જેમાંથી ભારતે 91 મેચોમાં વિજય મેળવ્યો છે. જયારે પ6 મેચો ગુમાવી છે. 11 મેચોનું પરિણામ આવ્યું નથી. જેની સામે 7 મેચો રદ થઇ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 17 વન-ડે શ્રેણીઓ રમાઇ છે. જેમાંથી ભારતે 9 અને શ્રીલંકા એ 3 શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે. જયારે ટી-20 મેચોને લાગે વળગે છે, ત્યાં લગી 16 મેચો બંને દેશો વચ્ચે રમાઇ છે. જેમાંથી ભારતે 11 અને શ્રીલંકાએ પ મેચોમાં વિજય પ્રાપ્ત કર્યો છે.
આ વખતની વન-ડે તેમજ ટી-20 શ્રેણીમાં અનુભવી અને આધારભુત ખેલાડીઓ ન હોવા છતાં શિખર ધવન શ્રેણીઓ જીતવા પૂરેપૂરો મકકમ છે.


Related News

Loading...
Advertisement